આ પરિશિષ્ટ સ્થાપનની અમુક સામાન્ય સમસ્યાઓ અને બીજા ઉકેલો પર પર ચર્ચા કરે છે.
સંકેત ૧૧ ભૂલ, સામાન્ય રીતે segmentation fault તરીકે જાણીતી છે, એનો અર્થ એ થાય કે કાર્યક્રમ મેમરીની જગ્યાઓ વાપરે છે કે જે સોંપાયેલી નથી.
જો તમે ઘાતકી સંકેત ૧૧ ભૂલ તમારા સ્થાપન દરમ્યાન મેળવો, તો તે સંભવિત છે કદાચ તમારી સિસ્ટમના bus પરની મેમરીમાં હાર્ડવેરની ભૂલના લીધે છે. મેમરીમાં હાર્ડવેર ભૂલ ચલાવી શકાય તેવી ફાઈલોને લીધે અથવા સિસ્ટમના હાર્ડવેરની સાથે સમસ્યાઓ ઉદ્દભવે છે. pSeries સિસ્ટમો પર, હાર્ડવેર તપાસણીઓ ચલાવવાનું કે જે તમારી સિસ્ટમ સાથે પૂરું પાડવામાં આવેલ છે તે કોઈપણ હાર્ડવેર સમસ્યાઓ સુધારવામાં મદદ કરશે (જેમ કે CPU cache અથવા મેમરી ભૂલો).
ખાતરી કરો કે તમારી પાસે તાજેતરના સ્થાપનના સુધારાઓ છે અને Red Hat માંની ઈમેજો છે. શું નવી આવૃત્તિઓ ઉપ્લબ્ધ છે કે નહિં તે જોવા માટે ઓનલાઈન errata ની ઉપરછલ્લી સમજૂતી લો. જો તાજેતરની ઈમેજો હજુ પણ નિષ્ફળ જાય, તો તે તમારા હાર્ડવેર સાથેની સમસ્યાને લીધે જ હશે. સામાન્ય રીતે, આ ભૂલો તમારી મેમરી અથવા CPU-cache માં છે. એનો શક્ય ઉકેલ એ છે કે CPU-cache ને firmware માં બંધ કરી દેવું જોઈએ. જો સમસ્યા ક્યાં તો સ્લોટ અથવા મેમરીને લાગતીવળગતી હોય તો તમારે તમારી મેમરીને મધરબોર્ડ સ્લોટની ફરતે સ્વેપ કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
તમે માત્ર 256 MB ની મેમરી સાથે પણ સ્થાપન ચલાવવાનો પ્રયત્ન કરી શકો છો. આ સ્થાપન કાર્યક્રમ mem=256M બુટ વિકલ્પ સાથે બુટ કરીને કરી શકાય છે. આ વિકલ્પનો, સ્થાપન બુટ પ્રોમ્પ્ટ પર પ્રયત્ન કરવા માટે, લખો:
mem=xxxM |
જ્યાં xxx એ મેમરીમાંથી મેગાબાઈટમાં કંઈક સાથે બદલી શકાશે.
નોંધ, iSeries સિસ્ટમ વપરાશકર્તાઓએ બુટ વિકલ્પો ઉમેરવાનું યાદ રાખવું જ જોઈએ, જે આ માર્ગદર્શિકામાં બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે યાદી કરેલ છે, પ્રથમ વાર યજમાન OS/400 પાર્ટીશનમાં iSeries વપરાશકર્તા તરીકે પ્રવેશીને અને પછી કોઈ IPL પરિમાણોને NWSD ની સાથે તેમના પાર્ટીશનો માટે સુયોજિત કરીને.
તમારી સ્થાપન CD-ROM પર મીડિયા ચકાસણી કરવું એ બીજો વિકલ્પ છે. Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ પાસે સ્થાપન મીડિયાની ગુણવત્તા ચકાસવાની ક્ષમતા છે. તે CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. Red Hat એવો આગ્રહ રાખે છે તમે બધા સ્થાપન મીડિયાને સ્થાપન પ્રક્રિયા શરુ કર્યા પહેલા, અને કોઈપણ સ્થાપન-સંબંધિત ભૂલોનો અહેવાલ કર્યા પહેલા ચકાસો (મોટા ભાગની અહેવાલ થયેલ ભૂલો વાસ્તવમાં અયોગ્ય રીતે બનેલી CD ઓને કારણે હોય છે). આ ચકાસણી વાપરવા માટે, નીચેનો આદેશ boot: પ્રોમ્પ્ટ પર લખો :
linux mediacheck |
નોંધ, iSeries સિસ્ટમ વપરાશકર્તાઓએ બુટ વિકલ્પો ઉમેરવાનું યાદ રાખવું જ જોઈએ, જે આ માર્ગદર્શિકામાં બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે યાદી કરેલ છે, પ્રથમ વાર યજમાન OS/400 પાર્ટીશનમાં iSeries વપરાશકર્તા તરીકે પ્રવેશીને અને પછી કોઈ IPL પરિમાણોને NWSD ની સાથે તેમના પાર્ટીશનો માટે સુયોજિત કરીને.
સંકેત ૧૧ ભૂલ સાથે વધુ જાણકારી મેળવવા માટે, આનો સંદર્ભ લો:
http://www.bitwizard.nl/sig11/ |