| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
અભિનંદન! તમારું Red Hat Enterprise Linux સ્થાપન હવે પૂર્ણ થયું!
સ્થાપન કાર્યક્રમ તમને તમારી સિસ્ટમ રીબુટ કરવા માટે પૂછશે.
કોઈપણ બુટ મીડિયા દૂર કરવાનું ભૂલો નહિં.
ફરીથી બુટ કર્યા પછી, તમારે તમારી Red Hat Enterprise Linux PReP અને / પાર્ટીશનો ધરાવતી ડિસ્કને ઓપન ફર્મવેર બુટ ઉપકરણ સુયોજિત કરવું જ જોઈએ. આ પૂર્ણ કરવા માટે, જ્યાં સુધી LED સૂચક અથવા HMC SRC એ E1F1 કહે નહિં ત્યાં સુધી રાહ જુઓ, અને પછી સિસ્ટમ વ્યવસ્થા સેવાઓ GUI માં દાખલ થવા માટે
![]() | નોંધ |
|---|---|
SMS મેનુમાંના પગલાંઓ કદાચ મશીનના મોડેલ પર આધારિત અલગ હોઈ શકે. |
તમારા કમ્પ્યુટરના સામાન્ય પાવર-અપ ક્રમ પૂર્ણ થઈ ગયા પછી, YABOOT નું પ્રોમ્પ્ટ દેખાશે, કે જ્યાં તમે નીચેનામાંની કોઈપણ બાબતો કરી શકો છો:
બુટ લેબલ પસંદ કરો,
કંઈ કરો નહિં — YABOOT નો સમયસમાપ્તિ ગાળો પૂરો થાય પછી, (મૂળભુત રીતે, પાંચ સેકન્ડો) YABOOT આપોઆપ મૂળભુત બુટ પ્રવેશ બુટ કરે છે.
એક વાર Red Hat Enterprise Linux બુટ થઈ ગયા પછી, એક અથવા વધુ સંદેશાઓની સ્ક્રીન દ્વારા સરકાવાય છે. મોટે ભાગે, login: પ્રોમ્પ્ટ અથવા GUI પ્રવેશ સ્ક્રીન (જો તમે X વિન્ડો સિસ્ટમ સ્થાપિત કરી અને X સિસ્ટમ આપોઆપ શરુ કરવાનું પસંદ કરો તો તે) દેખાય છે.
જ્યારે સ્થાપન કાર્યક્રમ પૂર્ણ થાય, ત્યારે તે તમને
સ્થાપન કાર્યક્રમે નીચેની બાબતોને પૂર્ણ કરેલ છે:
કર્નલને B સ્લોટમાં અને કર્નલ પરિમાણો ro root=LABEL=/ સ્થાપિત કરેલ છે
કર્નલને PPC PReP બુટ પાર્ટીશન પર સ્થાપિત કરેલ છે, જો કોઈ અસ્તિત્વમાં હોય
વપરાશકર્તાઓના ઘટાડા માટે સ્લોટ A ને એકલો છોડી દેવામાં આવ્યો છે
![]() | મદદ | |
|---|---|---|
iSeries વપરાશકર્તાઓ પણ ઉપયોગી કર્નલ સ્લોટ વિશે નીચેની જાણકારીઓ મેળવી શકે છે:
|
તમારે હવે તમારો પાર્ટીશન બદલવો જોઈએ અને ચાલતી Red Hat Enterprise Linux માટે NWSD ને સ્થાપિત કરવાની જગ્યાએ, તેને રુપરેખાંકિત કરવી જોઈએ. તમારે તમારો IPL સ્રોત ક્યાંતો B અથવા *NWSSTG માં બદલવો જોઈએ. જો તમે એને *NWSSTG માં બદલો (તમારા PPC PReP બુટ પાર્ટીશનમાંથી બુટ બંધ થશે) તો તમને IPL પરિમાણો ઉમેરવાની પણ જરુર પડશે. હવે જ્યારે તમે તમારા NWSD પર જાઓ ત્યારે તે તમારી સ્થાપિત સિસ્ટમને બુટ કરશે.
નોંધ કરો કે વપરાશકર્તાઓ કે જે નેટીવ SCSI ડિસ્કમાંથી બાહ્ય રીતે સ્થાપન કરી રહ્યા હોય તેઓ *NWSSTG માંથી બુટ કરી શકતા નથી.
યાદ રાખો કે માત્ર જગ્યા કે જ્યાં તમે રુટ તરીકે કન્સોલમાં પ્રવેશી શકો અથવા બીજા ઉપકરણો /etc/securetty માં યાદી કરાયેલા છે. જો તમે દૂરસ્થ સિસ્ટમોમાંથી રુટ તરીકે પ્રવેશો, તો ssh વાપરો.
પ્રથમ વાર તમે તમારી Red Hat Enterprise Linux સિસ્ટમને રનલેવલ ૫ (ગ્રાફિકવાળું રનલેવલ) માં શરુ કરવા જઈ રહ્યા છો, સેટઅપ એજન્ટ એ રજૂ થયેલ છે, કે જે તમને Red Hat Enterprise Linux ના રુપરેખાંકન દરમ્યાન માર્ગદર્શન કરે છે. આ સાધનને વાપરીને, તમે તમારી સિસ્ટમનો સમય અને તારીખ સુયોજિત કરી શકો છો, સોફ્ટવેર સ્થાપિત કરી શકો છો, તમારા મશીનને Red Hat નેટવર્ક સાથે નોંધણી કરાવી શકો છો, અને ઘણું બધું. સેટઅપ એજન્ટ એ તમને તમારું પર્યાવરણ શરુઆતમાંથી રુપરેખાંકિત કરવાની પરવાનગી આપે છે, કે જેથી તમે તમારી Red Hat Enterprise Linux સિસ્ટમ ઝડપથી શરુ કરી શકો છો.
સેટઅપ એજન્ટ ને વાપરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, Red Hat Enterprise Linux ક્રમાનુસાર માર્ગદર્શન માં શરુઆત કરો પ્રકરણનો સંદર્ભ લો.
તમારી Red Hat Enterprise Linux ઉમેદવારીની નોંધણી કરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, વિભાગ 2.24 નો સંદર્ભ લો.