| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
Red Hat Enterprise Linux લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ સ્ક્રીન-આધારિત ઈન્ટરફેસ વાપરે છે કે જે સામાન્ય રીતે ગ્રાફિકવાળા વપરાશકર્તા ઈન્ટરફેસ પર મળી આવતા મોટા ભાગના ઓન-સ્ક્રીન વિજેટો સમાવે છે. આકૃતિ 2-2, અને આકૃતિ 2-3, સ્ક્રીનોને સમજાવે છે કે જે સ્થાપન પ્રક્રિયા દરમ્યાન દેખાય છે.
![]() | નોંધ |
|---|---|
જ્યારે લખાણ સ્થિતિ સ્થાપનો બાહ્ય રીતે દસ્તાવેજીકરણ નહિં થાય, ત્યારે જેઓ લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ વાપરી રહ્યા હોય તેઓ GUI સ્થાપન સૂચનોને સરળતાથી અનુસરી શકે. |
અંહિ ખૂબ મહત્વના વિજેટોની યાદી બતાવાયેલ છે કે જેઓ આકૃતિ 2-2 અને આકૃતિ 2-3 માં બતાવાયેલ છે:
વિન્ડો — સંપૂર્ણ સ્થાપન પ્રક્રિયા દરમ્યાન તમારી સ્ક્રીન પર વિન્ડો (આ માર્ગદર્શિકામાં સંવાદો તરીકે સંબોધાયેલ છે) જ દેખાય છે. અમુક સમયે, એક વિન્ડો બીજી પર દેખાય છે; આવા કિસ્સાઓમાં, તમે માત્ર ઉપરની વિન્ડો સાથે સંપર્ક કરી શકો છો. જ્યારે તમે તે વિન્ડોમાં પૂર્ણ કરો, તે અદ્રશ્ય થાય છે, અને તમને નીચેની વિન્ડોમાં કાર્ય કરવાની પરવાનગી આપે છે.
ચકાસણીબોક્સ — ચકાસણીબોક્સ તમને લક્ષણ પસંદ અથવા નાપસંદ કરવા માટે પરવાનગી આપે છે. બોક્સ ક્યાં તો તારો (પસંદિત) અથવા ખાલી જગ્યા (અપસંદિત) પ્રદર્શિત કરે છે. જ્યારે કર્સર એ ચકાસણીબોક્સની અંદર હોય, તો પસંદ અથવા નાપસંદ કરવા માટે
લખાણ ઈનપુટ — લખાણ ઈનપુટ લીટીઓ એ વિસ્તારો છે કે જ્યાં તમે સ્થાપન કાર્યક્રમ માટે જરુરી જાણકારી દાખલ કરી શકો છો. જ્યારે કર્સર લખાણ ઈનપુટ લીટી પર સુયોજિત થાય, ત્યારે તમે તે લીટી પરની જાણકારી દાખલ કરી શકો અને/અથવા તેમાં ફેરફાર કરી શકો.
લખાણ વિજેટ — લખાણ વિજેટો એ લખાણના ડિસ્પ્લે માટે સ્ક્રીન પરના વિસ્તારો છે. અમુક સમયે, લખાણ વિજેટો પણ બીજા વિજેટોને સમાવે છે, જેમ કે ચકાસણી બોક્સ. જો લખાણ વિજેટ તેના માટે આરક્ષિત જગ્યામાં પ્રદર્શિત થઈ શકે તેના કરતાં વધુ જાણકારી સમાવે, તો સરકપટ્ટી દેખાય છે; જો તમે કર્સરને લખાણ વિજેટની અંદર મૂકો, તો પછી તમે
સરક પટ્ટી — સરક પટ્ટી નિયંત્રણ માટેની વિન્ડોની બાજુમાં અથવા નીચે દેખાય છે કે જે યાદીનો ભાગ છે અથવા દસ્તાવેજ વર્તમાનમાં વિન્ડોના ચોકઠામાં છે. સરક પટ્ટી તેને ફાઈલના કોઈપણ ભાગમાં ખસવા માટે સરળ બનાવે છે.
બટન વિજેટ — બટન વિજેટો એ સ્થાપન કાર્યક્રમ સાથે સંપર્કમાં આવવાની પ્રાથમિક પદ્ધતિઓ છે. તમે આ બટનોની શોધખોળ કરીને સ્થાપન કાર્યક્રમની વિન્ડો મારફતે પ્રગતિ કરી શકો છો,
કર્સર — તે વિજેટ નથી, છતાં પણ કર્સર એ કોઈ ચોક્કસ વિજેટને પસંદ કરવા (અને સંપર્ક કરવા) માટે વપરાય છે. કર્સર એ વિજેટથી વિજેટ સુધી ખસે છે તેના કારણે, તે વિજેટનો રંગ બદલવા માટેનું કારણ બને છે, અથવા કર્સર પોતે પછીના વિજેટમાં દેખાશે. આકૃતિ 2-2 માં, કર્સર એ OK બટન પર સ્થિત થયેલું હશે. આકૃતિ 2-3, એ કર્સરને EDIT બટન પર બતાવે છે.
સ્થાપન સંવાદો દ્વારા શોધખોળ એ સાદી કીસ્ટ્રોકના સમુહો દ્વારા અનુભવવામાં આવશે. કર્સરને ખસેડવા માટે,
બટન "દબાવવા" માટે, કર્સરને બટન ઉપર મૂકો (ઉદાહરણ તરીકે,
![]() | સાવધાન |
|---|---|
સંવાદ બોક્સ એ તમારા ઈનપુટ માટે રાહ જોઈ રહ્યું છે, સ્થાપન પ્રક્રિયા દરમ્યાન કોઈપણ કી દબાવો નહિં (આમ કરવાનું અણધારી વર્તણૂકમાં પરિણામે છે). |