| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારા શરુઆત કરવાનાં પગલાંઓ | આગળવધો |
eServer OpenPower, p5, અને i5 સિસ્ટમો પાર્ટીશન કરવા માટે ઘણા વિકલ્પો સૂચવે છે, વર્ચ્યુઅલ અથવા નેટીવ ઉપકરણો, અને કન્સોલ. સિસ્ટમની બધી ત્રણેય આવૃત્તિઓ એ જ કર્નલનો ઉપયોગ કરે છે અને તેમની પાસે એ જ પ્રકારના ઘણા વિકલ્પો ઉપ્લબ્ધ છે, જે સિસ્ટમ રુપરેખાંકન પર આધાર રાખે છે.
જો તમે પાર્ટીશન નહિં થયેલ OpenPower અથવા p5 સિસ્ટમ વાપરી રહ્યા હોય, તો તમને કોઈ પૂર્વ-સ્થાપન સુયોજનની જરુર નહિં પડે. સિસ્ટમો કે જેઓ HVSI શ્રેણીય કન્સોલ વાપરી રહી છે, તેઓ તમારા કન્સોલને T2 શ્રેણી પોર્ટ સાથે જોડે છે.
જો પાર્ટીશનવાળી સિસ્ટમ, ક્યાં તો OpenPower, p5, અથવા i5 વાપરી રહ્યા હોય, તો પાર્ટીશન બનાવવા માટેના અને સ્થાપન કરવા માટેના પગલાઓ મોટે ભાગે સરખા જ છે. તમે HMC તરફ પાર્ટીશન બનાવી શકો છો અને અમુક CPU અને મેમરી સ્રોતો, એ જ રીતે SCSI અને ઈથરનેટ સ્રોતો, કે જે ક્યાં તો વર્ચ્યુઅલ હોય અથવા નેટીવ હોય તે સોંપી શકો છો. HMC પાર્ટીશન બનાવો વિઝાર્ડ તમને બનાવવા તરફ લઈ જશે.
પાર્ટીશન બનાવવાની વધુ જાણકારી માટે, IBM જાણકારી કેન્દ્રના જરુરી લેખ Linux લોજિકલ પાર્ટીશનો રુપરેખાંકિત કરો નો સંદર્ભ લો કે જે અંહિ ઓનલાઈન છે:
http://publib.boulder.ibm.com/infocenter/eserver/v1r2s/en_US/ index.htm?info/iphbi/iphbiconfig.htm |
આ URL ની લંબાઈના કારણે નોંધ કરો કે, તે બે લીટીઓમાં તૂટી ગયેલ છે.
જો તમે નેટીવ SCSI વાપરવાની જગ્યાએ, વર્ચ્યુઅલ SCSI સ્રોતો વાપરી રહ્યા હોય, તો તમારે વર્ચ્યુઅલ SCSI સેવા કરતા પાર્ટીશનની 'કડી' રુપરેખાંકિત કરવી જ જોઈએ, અને પછી વર્ચ્યુઅલ સેવા કરતા પાર્ટીશનને જાતે જ રુપરેખાંકિત કરવું જોઈએ. તમે વર્ચ્યુઅલ SCSI ક્લાઈન્ટ અને HMC વાપરતા સર્વર સ્લોટ વચ્ચે 'કડી' બનાવી શકો છો. તમારી પાસે કયું મોડેલ અને વિકલ્પો છે તેના પર આધાર રાખીને, તમે વર્ચ્યુઅલ SCSI સર્વરને ક્યાં તો AIX અથવા i5/OS પર રુપરેખાંકિત કરી શકો છો.
આ બાબતો પર વધુ જાણકારીઓ મેળવવા માટે, IBM ના જાણકારીકેન્દ્રના લેખ, Linux લોજીકલ પાર્ટીશનો i5/OS વર્ચ્યુઅલ I/O સ્રોતોની મદદથી બનાવો નો સંદર્ભ લો જે અંહિ ઓનલાઈન ઉપ્લબ્ધ છે:
http://publib.boulder.ibm.com/infocenter/eserver/v1r2s/en_US/ index.htm?info/iphbl/iphblioserverpartition.htm |
આ URL ની લંબાઈના કારણે નોંધ કરો કે, તે બે લીટીઓમાં તૂટી ગયેલ છે.
![]() | નોંધ |
|---|---|
virtualization eServer i5 અને p5 પર વધુ જાણકારી Redbooks SG24-6388-00 અને SG24-7940-00, IBM eServer i5 સુધારા માર્ગદર્શન માટેનું Linux અને IBM eServer p5 સર્વરો પર ઉન્નત POWER Virtualization ની સમજ માંથી મેળવી શકાશે. આ http://www.redbooks.ibm.com/ માંથી અને બુક નંબર પર શોધ કરીને ચલાવી શકાશે. |
એક વાર તમારી પાસે તમારી સિસ્ટમ રુપરેખાંકિત થયેલ હોય, તમને HMC માંથી સક્રિય થવાની જરુર છે અથવા તેને ચાલુ કરવાની જરુર છે. તમે કયા પ્રકારનું સ્થાપન કરી રહ્યા છો તેના પર આધાર રાખીને, તમને SMS ને સિસ્ટમને યોગ્ય રીતે સ્થાપન કાર્યક્રમમાં બુટ કરવા માટે રુપરેખાંકિત કરવાની જરુર છે.