| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારા શરુઆત કરવાનાં પગલાંઓ | આગળવધો |
![]() | નોંધ |
|---|---|
જો તમે નેટવર્ક આધારિત સ્થાપન કરી રહ્યા હોય તો ખાતરી કરો કે સ્થાપન CD (અથવા બીજા કોઈપણ પ્રકારની CD) એ તમારી યજમાન પાર્ટીશનના ડ્રાઈવ પર છે. મારી પાસે CD એ ડ્રાઈવમાં છે જેમાં અનિચ્છનિય ભૂલો છે. |
Red Hat Enterprise Linux સ્થાપન માધ્યમ ક્યાંતો નેટવર્ક સ્થાપન માટે ઉપ્લબ્ધ હોવું જોઈએ (NFS, FTP, અથવા HTTP મારફતે) અથવા સ્થાનિક સંગ્રહસ્થાન મારફતે સ્થાપન થવું જોઈએ. જો તમે NFS, FTP, અથવા HTTP સ્થાપન વાપરી રહ્યા હોય તો નીચેના પગલાંઓને અનુસરો.
NFS, FTP, અથવા HTTP સર્વર નેટવર્ક પર સ્થાપન કરવા માટે વપરાય છે જે અલગ મશીન જ હોવું જોઈએ અને પૂરેપૂરી RedHat/ ડિરેક્ટરી પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. બંને RedHat/base/ અને RedHat/RPMS/ ડિરેક્ટરીઓ બધી સ્થાપન CD-ROM માંથી ફાઈલો સાથે ઉપ્લબ્ધ અને પ્રખ્યાત જ હોવી જોઈએ.
![]() | નોંધ |
|---|---|
નીચે સ્પષ્ટ થયેલ ડિરેક્ટરી /location/of/disk/space/ નો સંદર્ભ લે છે. એનો અર્થ એ થાય કે તે RedHat/ વહેંચણી ડિરેક્ટરી સુધીની ડિરેક્ટરી છે, પરંતુ તેને સમાવતી નથી. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે Red Hat Enterprise Linux 4 સ્થાપન ફાઈલો /export/rhel/ માં સ્થાપન સ્ટેજીંગ સર્વર પર સ્થિત હોય, તો /location/of/disk/space/ એ /export/rhel/ થશે. |
RedHat/ ડિરેક્ટરીને સ્થાપન CD-ROM માંથી Linux મશીન પર નકલ કરવા માટે કે જે સ્થાપન સ્ટેજીંગ સર્વર તરીકે કામ કરે, તે નીચેનાં પગલાઓ કરે છે:
દરેક બાઈનરી CD-ROM માટે, નીચેના આદેશો ચલાવો:
mount /mnt/cdrom
cp -var /mnt/cdrom/RedHat /location/of/disk/space
કે જ્યાં /location/of/disk/space/ એ ડિરેક્ટરી છે જે તમે /export/rhel/ રીતે બનાવો છો
umount /mnt/cdrom/
નોંધ કરો કે પ્રકાશન નોંધો RedHat ડિરેક્ટરીમાં સમાવવામાં આવશે નહિં. જ્યાં સુધી તેઓ ચોક્કસ રીતે નકલ થાય નહિં, ત્યાં સુધી પ્રકાશન નોંધો તમારા Red Hat Enterprise Linux ના સ્થાપન દરમ્યાન ઉપ્લબ્ધ નહિં હશે. પ્રકાશન નોંધોનું બંધારણ HTML ફાઈલોમાં ઘડાયેલું હોય છે કે જે ડિસ્કના રુટમાં સ્થિત થયેલ હોય છે. તમારી સ્થાપન ડિરેક્ટરીમાં ફાઈલોની નકલ કરો, ઉદાહરણ તરીકે:
cp /mnt/cdrom/RELEASE-NOTES*.html /location/of/disk/space/
પ્રકાશન નોંધો અંહિથી ઓનલાઈન પણ ઉપ્લબ્ધ છે http://www.redhat.com/docs/.
પછી, /location/of/disk/space/ ને NFS, FTP, અથવા HTTP મારફતે નેટવર્ક સ્થાપન માટે ઉપ્લબ્ધ બનાવો અને ક્લાઈન્ટ સિસ્ટમમાંથી વપરાશને ચકાસો.
NFS માટે, કોઈ ચોક્કસ સિસ્ટમમાં નિકાસ કરવા માટે /etc/exports માં પ્રવેશ ઉમેરીને ડિરેક્ટરીને નિકાસ કરો:
/location/of/disk/space client.ip.address(ro,no_root_squash) |
બધા મશીનોમાં નિકાસ કરવા માટે (બધી NFS સિસ્ટમો માટે યોગ્ય નથી), ઉમેરો:
/location/of/disk/space *(ro,no_root_squash) |
NFS ડિમન શરુ કરો (Red Hat Enterprise Linux મશીન પર, /sbin/service nfs start વાપરો). જો NFS પહેલાથી જ ચાલી રહ્યું હોય, તો રુપરેખાંકન ફાઈલ ફરીથી લાવો (Red Hat Enterprise Linux સિસ્ટમ પર, /sbin/service nfs reload વાપરો).
NFS શેરને નીચેની દિશામાં Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન માં ચકાસવા માટે ખાતરી કરો.
જો RedHat/ ડિરેક્ટરી NFS સહભાગી ડિરેક્ટરીમાં નહિં દેખાય, તો ખોટો પથ કદાચ માઉન્ટ થશે અને/અથવા નિકાસ થશે.
FTP અને HTTP સ્થાપનો પણ બીજા પ્રકારની વૃક્ષ સંરચનાને આધાર આપે છે. સ્થાપન CD-ROM ના સમાવિષ્ટોને વાપરવા માટે સરળ બનાવવા માટે, દરેક CD-ROM અથવા ISO ઈમેજને નીચેના માઉન્ટ બિંદુ સાથે FTP અથવા HTTP સર્વર પર માઉન્ટ કરો (કે જ્યાં X એ CD-ROM અથવા ISO ઈમેજની સંખ્યા છે):
/location/of/disk/space/discX/ |
ઉદાહરણ તરીકે:
mount -o loop CD1.iso /location/of/disk/space/disc1/ |
NFS સ્થાપનો ISO (અથવા CD-ROM) ઈમેજોને તેને વર્તમાન સ્થાપન વૃક્ષમાં નકલ કર્યા સિવાય વાપરી શકે છે. જરુરી ISO ઈમેજોને (બાઈનરી Red Hat Enterprise Linux CD-ROM) ડિરેક્ટરીમાં મૂક્યા પછી, NFS મારફતે સ્થાપન કરવાનું પસંદ કરો. પછી તમે સ્થાપન કાર્યક્રમને તે ડિરેક્ટરી આગળ સ્થાપન કરવા માટે નિર્દેશ કરી શકો છો.
તમે સ્થાપન કરવાનું પસંદ કરો તે પહેલાં ISO ઈમેજો યોગ્ય છે તે ચકાસી રહ્યા છીએ જે સમસ્યાઓ કે જેઓ મોટે ભાગે NFS ના સ્થાપન દરમ્યાન ઉદ્દભવે છે તે ટાળવા માટે મદદ કરશે. સ્થાપન પ્રક્રિયા કરવા પહેલાં ISO ઈમેજો યોગ્ય છે કે નહિં તે ચકાસવા માટે, md5sum કાર્યક્રમ વાપરો (ઘણા md5sum કાર્યક્રમો વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપ્લબ્ધ હોય છે). md5sum કાર્યક્રમ એ જ સર્વર પર ઉપ્લબ્ધ હોય છે જ્યાં ISO ઈમેજો સ્થિતિ થયેલી હોય છે.
![]() | નોંધ | |
|---|---|---|
Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ પાસે સ્થાપન મીડિયાની ગુણવત્તા ચકાસવા માટે ક્ષમતા હોય છે. તે CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. Red Hat આગ્રહ રાખે છે કે તમે સ્થાપનની પ્રક્રિયા શરુ કરો, અને કોઈ પણ સ્થાપનને સંબંધિત ભૂલોનો અહેવાલ કરો તે પહેલાં સ્થાપન મીડિયા ચકાસો (અહેવાલ અપાયેલ મોટા ભાગની ભૂલો અયોગ્ય રીતે બનેલી CD ને કારણે હોય છે). આ ચકાસણી વાપરવા માટે, નીચેનો આદેશ boot: પ્રોમ્પ્ટ પર લખો :
|
વધુમાં, જો updates.img નામવાળી ફાઈલ તમે જેમાંથી સ્થાપન કરો તેમાં જ હોય, તો તે સ્થાપન કાર્યક્રમના સુધારાઓ માટે વપરાશે. Red Hat Enterprise Linux ને વિવિધ રીતે સ્થાપિત કરવાની વિગતસર જાણકારી મેળવવા, એ જ રીતે કેવી રીતે સ્થાપન કાર્યક્રમોના સુધારાઓ માટે કેવી રીતે અરજી કરવી તેના માટે anaconda RPM પેકેજમાં install-methods.txt ફાઈલનો સંદર્ભ લો.
![]() | નોંધ |
|---|---|
તમારી પાસે Red Hat Enterprise Linux ના એક પ્રકાશન અને એક ચલ માટે માત્ર ISO ઈમેજો જ ડિરેક્ટરીમાં છે. |