| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
તમારા કમ્પ્યુટરની નજીકની જગ્યાનું શહેર પસંદ કરી તમારો ટાઈમ ઝોન સુયોજિત કરો.
તમારો ટાઈમ ઝોન પસંદ કરવાના બે રસ્તાઓ છે:
તમારા માઉસની મદદથી, શહેર સ્પષ્ટ કરવા માટે નક્શા પર ક્લિક કરો (પીળા ટપકાથી રજૂ થાય છે). લાલ X દેખાય છે તે તમારી પસંદગી સૂચવે છે.
તમે તમારી સ્ક્રીનની નીચેની બાજુએ સ્ક્રોલ કરીને પણ તમારો ટાઈમ ઝોન પસંદ કરી શકો છો. તમારા માઉસની મદદથી, તમારી પસંદગી પ્રકાશિત કરવા માટે જગ્યા પર ક્લિક કરો.
જો તમને ખબર હોય કે તમારી સિસ્ટમ UTC વાપરે છે તો સિસ્ટમ ઘડિયાળ UTC વાપરે છે પસંદ કરો.
![]() | નોંધ |
|---|---|
iSeries વપરાશકર્તાઓએ સિસ્ટમ ઘડિયાળ UTC વાપરે છે પસંદ કરવું જ જોઈએ. |
![]() | મદદ |
|---|---|
તમારી સ્થાપનની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જો તમારો ટાઈમ ઝોન બદલવો હોય, તો તારીખ અને સમય ગુણધર્મો સાધન વાપરો. તારીખ અને સમય ગુણધર્મો સાધન ચલાવવા માટે તમારા શેલ પ્રોમ્પ્ટ પર system-config-date આદેશ છાપો. જો તમે રુટ ના હોય, તો એ તમને રુટ પાસવર્ડ માટે પૂછશે. તારીખ અને સમય ગુણધર્મો સાધન કાર્યક્રમને લખાણ-આધારિત કાર્યક્રમ તરીકે ચલાવવા માટે, timeconfig આદેશ વાપરો. |