B.4. સ્થાપન પછીની સમસ્યાઓ

B.4.1. IPL ને *NWSSTG માંથી કરવા અસમર્થ

જો તમે જ્યારે IPL ને *NWSSTG માંથી પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે મુશ્કેલી અનુભવી રહ્યા હોય, તો તમારી પાસે PReP બુટ પાર્ટીશન સમૂહ સક્રિય તરીકે સુયોજિત નહિં બનેલ હોય.

B.4.2. ગ્રાફિકવાળા પર્યાવરણમાં બુટ

આ જાણકારી iSeries સિસ્ટમોના વપરાશકર્તાઓને લાગુ પડતી નથી.

જો તમે X વિન્ડો સ્થાપિત કરેલી હોય પરંતુ એક વાર તમારી Red Hat Enterprise Linux સિસ્ટમમાં પ્રવેશ કર્યા પછી પણ તમે જો ગ્રાફિકવાળી સિસ્ટમ જોઈ શકતા નહિં હોય, તો તમે X વિન્ડો સિસ્ટમ ગ્રાફિકવાળું ઈન્ટરફેસ startx આદેશ વાપરીને ચલાવી શકો છો.

એક વાર તમે આ આદેશ દાખલ કરો અને [Enter] કી દબાવો, તો પછી ગ્રાફિકવાળું ડેસ્કટોપ પર્યાવરણ પ્રદર્શિત થશે.

નોંધ, તેમછતાં પણ, આ માત્ર એક વખત સુધારાશે અને તે ભવિષ્યના પ્રવેશ માટે લોગમાં સુધારાની પ્રક્રિયા કરશે નહિં.

તમારી સિસ્ટમ સુયોજિત કરવા માટે કે જેથી તમે ગ્રાફિકવાળી પ્રવેશ સ્ક્રીનમાં પ્રવેશી શકો, તમારે એક ફાઈલમાં ફેરફાર કરવો જ પડશે, /etc/inittab, માત્ર એક સંખ્યાને રનલેવલ વિભાગમાં બદલીને. જ્યારે તમે પૂર્ણ કરો, કમ્પ્યુટર રીબુટ કરો. પછીના વખતે જ્યારે તમે પ્રવેશો, તમે ગ્રાફિકવાળા પ્રવેશ પ્રોમ્પ્ટ સાથે રજૂ થશો.

શેલ પ્રોમ્પ્ટ ખોલો. જો તમે તમારા વપરાશકર્તા ખાતામાં હોય, તો su આદેશ લખીને રુટ બનો.

હવે, gedit /etc/inittab લખો ફાઈલને gedit સાથે ફેરફાર કરવા માટે. ફાઈલ /etc/inittab ખૂલે છે. પ્રથમ સ્ક્રીનમાં, ફાઈલનો વિભાગ કે જે નીચેનાની જેમ દેખાય છે તે દેખાશે:

# Default runlevel. The runlevels used by RHS are:
#   0 - halt (Do NOT set initdefault to this)
#   1 - Single user mode
#   2 - Multiuser, without NFS (The same as 3, if you do not have networking)
#   3 - Full multiuser mode
#   4 - unused
#   5 - X11
#   6 - reboot (Do NOT set initdefault to this)
# 
id:3:initdefault:

ગ્રાફિકવાળા લોગિનમાં કન્સોલને બદલવા માટે, તમારે id:3:initdefault: લીટીમાંથી નંબર 3 માંથી 5 માં બદલવો પડે છે.

ચેતવણીચેતવણી
 

માત્ર મૂળભુત રનલેવલના નંબરો 3 માંથી 5 માં બદલો.

તમારી બદલાયેલ લીટી નીચેનાની જેમ દેખાય છે:

id:5:initdefault:

જ્યારે તમે તમારા ફેરફારો, સંગ્રહ અને બહાર નીકળવાથી સંતુષ્ટ હોય તો [Ctrl]-[Q] કીની મદદથી બહાર નીકળો. વિન્ડો દેખાશે અને શું તમે ફેરફારો સંગ્રહવા માંગો છો તેના માટે પૂછે છે. સંગ્રહો બટન પર ક્લિક કરો.

તમારી સિસ્ટમ રીબુટ કર્યા પછી જ્યારે તમે પ્રવેશો, ત્યારે તમને ગ્રાફિકવાળા login પ્રોમ્પ્ટ સાથે પૂછવામાં આવશે.

B.4.3. X વિન્ડો સિસ્ટમ (GUI) સાથે સમસ્યા

જો તમને X (X વિન્ડો સિસ્ટમ) શરુ કરવામાં સમસ્યા હોય, તો તમે તેને સ્થાપન દરમ્યાન સ્થાપિત કર્યું નહિં હોય.

જો તમને X ની જરુર હોય, તો તમે ક્યાંતો પેકેજો Red Hat Enterprise Linux CD-ROM માંથી સ્થાપિત કરી શકો અથવા સુધારો કરી શકો.

જો તમે સુધારવાનું પસંદ કરો, તો X વિન્ડો સિસ્ટમ પેકેજો પસંદ કરો અને પેકેજ સુધારા પસંદગી પ્રક્રિયા દરમ્યાન GNOME, KDE, અથવા બંને પસંદ કરો.

B.4.4. X સર્વર તૂટી જવા સાથે અને બિન-રુટ વપરાશકર્તાઓ સાથે સમસ્યાઓ

જો તમારી પાસે X સર્વર તૂટી જવા સાથે સમસ્યા હોય જ્યારે કોઈપણ રુટ સિવાયનું પ્રવેશે, ત્યારે તમારી પાસે પૂરેપૂરી ફાઈલ સિસ્ટમ હોવી જોઈએ (અથવા, ઉપ્લબ્ધ હાર્ડ ડ્રાઈવ જગ્યાની અછત હશે).

જે તમે અનુભવી રહ્યા છો તે સમસ્યા છે એમ ચકાસવા માટે, નીચેનો આદેશ ચલાવો:

     
df -h

df આદેશ તમને કયો પાર્ટીશન ભરેલો છે તે તપાસ કરવામાં મદદ કરશે. df માટે વધારાની જાણકારી માટે અને ઉપ્લબ્ધ વિકલ્પોની સમજૂતી માટે (જેમ કે -h વિકલ્પ કે જે આ ઉદાહરણમાં વપરાયેલ છે), man df શેલ પ્રોમ્પ્ટ પર લખીને df મદદ પાનાનો સંદર્ભ લો.

પાર્ટીશન પર કી સૂચક 100% ભરેલો છે અથવા ટકાવારી 90% અથવા 95% થી ઉપર છે. /home/ અને /tmp/ પાર્ટીશનો અમુક વખતે વપરાશકર્તા ફાઈલોથી ઝડપથી ભરાઈ જશે. તમે જૂની ફાઈલો દૂર કરીને અમુક જગ્યા તે પાર્ટીશન પર કરી શકો છો. તમે અમુક ડિસ્ક જગ્યા મુક્ત કર્યા પછી, X ને વપરાશકર્તા તરીકે ચલાવવાનો પ્રયત્ન કરો કે જે પહેલાં નિષ્ફળ હતું.

B.4.5. જ્યારે તમે પ્રવેશવાનો પ્રયત્ન કરો ત્યારે સમસ્યાઓ

જો તમે વપરાશકર્તા ખાતું સેટઅપ એજન્ટ માં બનાવી શક્યા નહિં, તો તમે રુટ તરીકે પ્રવેશી શકો અને રુટને સોંપવામાં આવેલ પાસવર્ડ વાપરી શકો.

જો તમે તમારો રુટ પાસવર્ડ યાદ રાખી શકો નહિં, તો તમે તમારી સિસ્ટમ linux single તરીકે બુટ કરી શકો.

એક વાર તમે એક વપરાશકર્તા સ્થિતિમાં બુટ કરો અને તમારી પાસે # પ્રોમ્પ્ટને વાપરવાની પરવાનગી હોય, તો તમારે passwd root લખવું જ પડે, કે જે તમને રુટ માટે નવો પાસવર્ડ દાખલ કરવા માટે પરવાનગી આપે. આ બિંદુએ તમે સિસ્ટમને નવા રુટ પાસવર્ડ સાથે રીબુટ કરવા માટે shutdown -r now લખી શકો.

જો તમે તમારો વપરાશકર્તા ખાતા પાસવર્ડ યાદ રાખી શકો નહિં, તો તમારે રુટ થવું જ જોઈએ. રુટ થવા માટે, su - લખો અને તમારો રુટ પાસવર્ડ જ્યારે પૂછવામાં આવે ત્યારે દાખલ કરો. પછી, passwd <username> લખો. આ તમને કોઈ ચોક્કસ વપરાશકર્તા માટે નવો પાસવર્ડ દાખલ કરવા માટે પરવાનગી આપે છે.

જો ગ્રાફિકવાળી પ્રવેશ સ્ક્રીન દેખાય નહિં, તમારા હાર્ડવેરને સુસંગતતા મુદ્દા માટે ચકાસો. હાર્ડવેર સુસંગતતા યાદી તમે અંહિ શોધી શકશો:

http://hardware.redhat.com/hcl/

B.4.6. તમારું પ્રિન્ટર કામ કરતું નથી

જો તમે ચોક્કસ નહિં હોય કે કેવી રીતે તમારું પ્રિન્ટર સુયોજિત કરવું અથવા તેની સાથે યોગ્ય રીતે કામ કરવામાં મુશ્કેલી હોય, તો પ્રિન્ટર રુપરેખાંકન સાધન વાપરવાનો પ્રયત્ન કરો.

પ્રિન્ટર રુપરેખાંકન સાધન લાવવા માટે શેલ પ્રોમ્પ્ટ પર system-config-printer આદેશને છાપો. જો તમે રુટ નહિં હોય, તો તે તમને ચાલુ રાખવા માટે રુટ પાસવર્ડ માટે પૂછશે.

B.4.7. અપાચે-આધારિત httpd સેવા/Sendmail શરુઆતમાં અટકી જાય

જો તમને અપાચે-આધારિત httpd સેવા સાથે મુશ્કેલી હોય અથવા Sendmail શરુઆતમાં અટકી જાય, તો ખાતરી કરો કે નીચેની લીટી /etc/hosts ફાઈલમાં છે ને:

127.0.0.1  localhost.localdomain  localhost