B.2. સ્થાપન શરુ કરતાં મુશ્કેલી

B.2.1. શું તમારુ માઉસ શોધાયેલ નથી?

આ જાણકારી iSeries સિસ્ટમોના વપરાશકર્તાઓને લાગુ પડતી નથી અથવા LPAR-able pSeries સિસ્ટમોના વપરાશકર્તાઓને લાગુ પડતી નથી.

જો Mouse Not Detected સ્ક્રીન (આકૃતિ B-1 નો સંદર્ભ લો) દેખાય, તો સ્થાપન કાર્યક્રમ તમારુ માઉસ યોગ્ય રીતે ઓળખવા માટે સમર્થ નહિં હોય.

તમે GUI સ્થાપન સાથે ચાલુ રાખવાનું પસંદ કરી શકો છો અથવા લખાણ સ્થિતિ સ્થાપન વાપરો, કે જેને માઉસને વાપરવાની જરુર નથી. જો તમે GUI સ્થાપન સાથે ચાલુ રાખો, તો તમને સ્થાપન કાર્યક્રમ માઉસ રુપરેખાંકન જાણકારી સાથે શરુ કરવા પૂછવામાં આવે છે.

આકૃતિ B-1. Mouse Not Detected