| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | આગળવધો | |
પરિશિષ્ટ એ Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ માટે વપરાતા વધારાના બુટ વિકલ્પો અને કર્નલ બુટ વિકલ્પોની ચર્ચા કરે છે.
આ બુટ વિકલ્પોને પરિમાણ ફાઈલમાં ઉમેરો. વધુ જાણકારી માટે, વિભાગ 1.5 નો સંદર્ભ લો.
બુટ સમયની આદેશ દલીલો
જ્યારે તમે Red Hat Enterprise Linux CD-ROM માંથી બુટ કરી રહ્યા હોય ત્યારે આ આદેશ તમને તમે જે વાપરવા માંગતા હોય તે સ્થાપન પદ્ધતિ પસંદ કરવા માટે પૂછે છે.
આ દલીલ સ્પષ્ટ કરેલ HTTP, FTP, અથવા NFS નેટવર્ક સરનામાઓમાંથી ડ્રાઈવર ઈમેજ કેવી રીતે વાપરવી તે પૂછવા માટેનું કારણ બને છે.
આ આદેશ તમને દૂરસ્થ રીતે આગળ ધપાવવાની પરવાનગી આપે છે. આ આદેશમાં, IP એ સિસ્ટમ કે જેના પર તમે પ્રદર્શન જોવા માંગો તેના IP સરનામાથી બદલી શકાશે.
સિસ્ટમ કે જેના પર તમે પ્રદર્શન જોવા માંગતા હોય, ત્યાં તમારે xhost +remotehostname આદેશ ચલાવવો જ પડે, કે જ્યાં remotehostname એ યજમાનનું નામ છે જ્યાંથી તમે મૂળ પ્રદર્શન ચલાવી રહ્યા છો. xhost +remotehostname આદેશ દૂરસ્થ પ્રદર્શન ટર્મિનલ પર મર્યાદા મૂકે છે અને તેથી તે કોઈપણ જગ્યાએથી અથવા કોઈપણ સિસ્ટમ પરથી ખાસ કરીને જે બિનસત્તાધિકારવાળી હોય તેવાને દૂરસ્થ રીતે ચલાવવાની પરવાનગી આપતું નથી.
આ આદેશ તમને સ્થાપન સ્રોતની ગુણવત્તા ચકાસવા માટેની પરવાનગી આપે છે (જો ISO-આધારિત પદ્ધતિ હોય). આ આદેશ CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. ISO ઈમેજો યોગ્ય છે તે સ્થાપન મદદો પહેલા ચકાસી રહ્યા છીએ અને સમસ્યાઓ કે જે સ્થાપન દરમ્યાન ઉદ્દભવે છે તે ચકાસી રહ્યા છીએ.
આ આદેશ હાર્ડવેર ચકાસવાનું નિષ્ક્રિય કરે છે અને તેની જગ્યાએ વપરાશકર્તાને હાર્ડવેર જાણકારી મેળવવા માટે પૂછે છે.
આ આદેશ rescue સ્થિતિમાં ચાલે છે. rescue સ્થિતિ વિશે વધુ જાણવા માટે Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.
આ આદેશ ગ્રાફિકવાળા સ્થાપન કાર્યક્રમને નિષ્ક્રિય કરે છે અને સ્થાપન કાર્યક્રમને લખાણ સ્થિતિમાં ચાલવા માટે દબાણ કરે છે.
આ આદેશ તમને VNC સર્વરમાંથી સ્થાપન કરવા માટે પરવાનગી આપે છે.
આ આદેશ VNC સર્વર સાથે જોડાવા માટે પાસવર્ડ સુયોજિત કરવા માટે પૂછે છે.