| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | આગળવધો | |
Linux ૨.૬ કર્નલ sysfs ફાઈલ સિસ્ટમને ઓળખાવે છે. sysfs ફાઈલ સિસ્ટમ એ proc, devfs, અને devpty ફાઈલ સિસ્ટમોના જૂથ તરીકે વર્ણવાયેલ છે. sysfs ફાઈલ સિસ્ટમ એ સિસ્ટમ સાથે જોડાયેલ ઉપકરણો અને bus ને ફાઈલ સિસ્ટમના વંશવેલામાં આંકી કાઢે છે કે જે વપરાશકર્તાની જગ્યાએથી પણ ચલાવી શકાય. તે ઉપકરણ અને ઉપકરણને લગતા વિકલ્પોને નિયંત્રિત કરવા માટે બનાવાયેલ છે કે જેઓ પહેલા /proc/ માં રહેલા હતા, અને પહેલા devfs દ્વારા અપાયેલ ઉમદા ઉપકરણ ઉમેરો ભેગો કરે છે. sysfs ના સુધારાના આ વહેલા બિંદુએ, ત્યાં ઘણા ડ્રાઈવરો અને ઉપોયગિતાઓ છે કે જે હજુ જૂના proc પ્રવેશોનો સંદર્ભ લે છે. તેમછતાં પણ, એ સમજાય છે કે sysfs એ ભવિષ્યનો રસ્તો છે.
sysfs ફાઈલ સિસ્ટમ એ /sys/ જગ્યાએ માઉન્ટ થાય છે અને ડિરેક્ટરીઓ સમાવે છે કે જે સિસ્ટમ સાથે ઘણા અલગ માર્ગે જોડાયેલ ઉપકરણોને આયોજિત કરે છે. /sysfs/ ઉપડિરેક્ટરીઓ આ સમાવે છે:
/devices/ ડિરેક્ટરી
આ ડિરેક્ટરી /css0/ ડિરેક્ટરી સમાવે છે. તેની ઉપડિરેક્ટરીઓ Linux કર્નલ દ્વારા શોધાયેલ બધી ઉપચેનલો રજૂ કરે છે. ઉપચેનલ ડિરેક્ટરીઓને 0.0.nnnn સ્વરુપમાં નામ અપાયેલ છે કે જ્યાં nnnn એ 0 અને ffff વચ્ચેનો ઉપચેનલ નંબર છે. ઉપચેનલ ડિરેક્ટરીઓ પરિસ્થિતિ ફાઈલો સમાવે છે અને બીજી ઉપડિરેક્ટરી કે જે વાસ્તવિક ઉપકરણ રજૂ કરે છે. ઉપકરણ ડિરેક્ટરીને 0.0.xxxx નામ આપવામાં આવેલ છે કે જ્યાં xxxx એ ઉપકરણ માટે એકમ સરનામુ છે. /devices/ ડિરેક્ટરી ઉપકરણ માટે પરિસ્થિતિ જાણકારી પણ સમાવે છે એ જ રીતે રુપરેખાંકન વિકલ્પો પણ સમાવે છે.
/bus/ ડિરેક્ટરી
આ /ccw/ ઉપડિરેક્ટરી અને /ccwgroup/ ઉપડિરેક્ટરી સમાવે છે. CCW ઉપકરણો ચેનલ સામાન્ય શબ્દોની મદદથી વાપરી શકાય છે. /ccw/ ડિરેક્ટરીમાંના ઉપકરણો માત્ર એક ઉપચેનલને મેઈનફ્રેમ ચેનલ ઉપસિસ્ટમ પર વાપરી શકે છે. CCW જૂથ ઉપકરણો ચેનલ આદેશ શબ્દોની મદદથી પણ ચલાવી શકાય છે, પરંતુ તેઓ ઉપકરણ પ્રતિ એક ઉપચેનલ કરતાં વધુ વાપરી શકે છે. ઉદાહરણ તરીકે, 3390-3 DASD ઉપકરણ એક ઉપચેનલ વાપરે છે, જ્યારે OSA એડેપ્ટર માટે QDIO નેટવર્ક જોડાણ ત્રણ ઉપચેનલો વાપરે છે. /ccw/ અને /ccwgroup/ બંને ડિરેક્ટરીઓ ઉપકરણો અને ડ્રાઈવરો તરીકે ઓળખાતી ડિરેક્ટરીઓ સમાવે છે:
/devices/ ડિરેક્ટરી એ ઉપકરણ ડિરેક્ટરીઓ માટે /sys/devices/css0/ ડિરેક્ટરીમાં સાંકેતિક કડીઓ સમાવે છે.
/drivers/ ડિરેક્ટરી વર્તમાનમાં તમારી સિસ્ટમ પર લવાયેલ દરેક ઉપકરણ ડ્રાઈવરને સમાવે છે. zFCP ડ્રાઈવરને અંહિ ડિરેક્ટરી છે. /driver/ ડિરેક્ટરી ઉપકરણ ડ્રાઈવર માટેના સુયોજનોને સમાવે છે, એ જ રીતે તે જે વાપરી રહી હોય તેવી ઉપકરણ માટેની સાંકેતિક કડીઓ પણ સમાવે છે (/sys/devices/css0/ ડિરેક્ટરીમાં).
/class/ ડિરેક્ટરી
આ ડિરેક્ટરીઓ સમાવે છે કે જે સરખી ઉપકરણ ફાઈલોને એક જૂથમાં કરે છે જેમ કે tty, SCSI ટેપ ડ્રાઈવો, નેટવર્ક ઉપકરણો, અને બીજા મિશ્રિત ઉપકરણો.
/block/ ડિરેક્ટરી
આ ડિરેક્ટરી સિસ્ટમ પરના દરેક બ્લોક ઉપકરણ માટેની ડિરેક્ટરીઓ સમાવે છે. તેઓ મોટે ભાગે ડિસ્ક પ્રકારના ઉપકરણો હોય છે જેમ કે વાસ્તવિક DASD, લુપબેક ઉપકરણો, અને સોફ્ટવેર raid બ્લોક ઉપકરણો. જૂની Linux સિસ્ટમ અને એક બીજી કે જેઓ sysfs વાપરે તેમની વચ્ચેનો નોંધપાત્ર ફેરફાર એ છે કે ઉપકરણોને તેમના sysfs નામથી સંદર્ભ લેવાનો છે. ૨.૪ કર્નલ ઈમેજ પર, zFCP ડ્રાઈવર તેના ઉપકરણ સરનામાઓથી પસાર થયો હતો. ૨.૬ કર્નલ ઈમેજ સિસ્ટમ પર ડ્રાઈવર 0.0.1600 રીતે પસાર થાય છે.