| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | આગળવધો | |
આ પરિશિષ્ટ સ્થાપનની અમુક સામાન્ય સમસ્યાઓ અને બીજા ઉકેલો પર પર ચર્ચા કરે છે.
સંકેત ૧૧ ભૂલ, સામાન્ય રીતે segmentation fault તરીકે જાણીતી છે, એનો અર્થ એ થાય કે કાર્યક્રમ મેમરીની જગ્યાઓ વાપરે છે કે જે સોંપાયેલી નથી.
જો તમે ઘાતકી સંકેત ૧૧ ભૂલ તમારા સ્થાપન દરમ્યાન મેળવો, તો તે સંભવિત છે કદાચ તમારી સિસ્ટમના bus પરની મેમરીમાં હાર્ડવેરની ભૂલના લીધે છે. મેમરીમાં હાર્ડવેર ભૂલ ચલાવી શકાય તેવી ફાઈલોને લીધે અથવા સિસ્ટમના હાર્ડવેરની સાથે સમસ્યાઓ ઉદ્દભવે છે. બીજી ઓપરેટિંગ સિસ્ટમોની જેમ, Red Hat Enterprise Linux તેની પોતાની માંગણીઓ તમારી સિસ્ટમના હાર્ડવેર પર મૂકે છે. આમાંના અમુક હાર્ડવેરો આ માંગણીઓ સંતોષવા માટે સમર્થ હોતા નથી, તેમ છતાંપણ તેઓ બીજી OS હેઠળ યોગ્ય રીતે કામ આપે છે.
ખાતરી કરો કે તમારી પાસે તાજેતરના સ્થાપનના સુધારાઓ છે અને Red Hat માંની ઈમેજો છે. શું નવી આવૃત્તિઓ ઉપ્લબ્ધ છે કે નહિં તે જોવા માટે ઓનલાઈન errata ની ઉપરછલ્લી સમજૂતી લો. જો તાજેતરની ઈમેજો હજુ પણ નિષ્ફળ જાય, તો તે તમારા હાર્ડવેર સાથેની સમસ્યાને લીધે જ હશે.