પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન

આ પ્રકરણ તમને Red Hat Enterprise Linux નું સ્થાપન ગ્રાફિકવાળા, માઉસ-આધારિત સ્થાપન કાર્યક્રમથી કેવી રીતે કરવાનું તે સમજાવે છે. નીચેની બાબતોની ચર્ચા થયેલી છે:

2.1. ગ્રાફિકવાળો સ્થાપન કાર્યક્રમ વપરાશકર્તા ઈન્ટરફેસ

જો તમે ગ્રાફિકવાળું વપરાશકર્તા ઈન્ટરફેસ (GUI) પહેલા વાપર્યું હોય, તો તમે આ પ્રક્રિયા સાથે પહેલાથી જ પરિચિત થઈ ગયા હશો; સ્ક્રીનની શોધખોળ કરવા માટે તમારું માઉસ વાપરો, બટનો પર ક્લિક કરો, અથવા લખાણ ક્ષેત્રો દાખલ કરો.

તમે કીબોર્ડ દ્વારા પણ શોધખોળ કરી શકો છો. [Tab] કી તમને સ્ક્રીનની ફરતે ખસવાની પરવાનગી આપે છે, ઉપર અને નીચે કી તમને યાદીમાં સરકવાની પરવાનગી આપે છે, [+] અને [-] કી યાદીને વિસ્તારવા અને સંકોચવા માટે, જ્યારે [Space] અને [Enter] વસ્તુને પસંદ કરવા અથવા પસંદ થયેલ વસ્તુને નાપસંદ કરવા માટે વપરાય છે. તમે [Alt]-[X] કી એકસાથે વાપરીને પણ બટનો પર ક્લિક કરી શકો છો અથવા બીજી સ્ક્રીનોની પસંદગી પણ કરી શકો છો, કે જ્યાં [X] એ સ્ક્રીન પરના નીચે લીટીવાળા કોઈપણ અક્ષરથી બદલાઈ જાય છે.