પરિશિષ્ટ B. સાદી પરિમાણ ફાઈલો

IBM S/390(R) અને IBM eServer zSeries(R) આર્કીટેક્ચરો સ્થાપન કાર્યક્રમ (એનાકોન્ડા) શરુ થઈ શકે તે પહેલાં નેટવર્ક સુયોજિત કરવા માટે વિશિષ્ટ પરિમાણ ફાઈલ વાપરે છે. આ વિભાગ પરિમાણ ફાઈલના સમાવિષ્ટોને વર્ણવે છે.

પરિમાણ ફાઈલની મર્યાદા કુલ ૩૨ પરિમાણોની છે. પરિમાણ ફાઈલોની મર્યાદાઓને સમાવવા માટે, CMS DASD પરની નવી રુપરેખાંકન ફાઈલ પ્રારંભિક નેટવર્ક સુયોજન અને DASD સ્પષ્ટીકરણો રુપરેખાંકિત કરવા માટે વપરાવી જોઈએ. .parm ફાઈલ વાસ્તવિક કર્નલ પરિમાણોને સમાવતી હોવી જોઈએ, જેમ કે root=/dev/ram0 ro ip=off ramdisk_size=40000, અને એક પરિમાણો કે જે ચલોને સોંપાયેલા હોતા નથી, જેમ કે vnc. બે નવા પરિમાણો કે જે સ્થાપન કાર્યક્રમને નવી રુપરેખાંકન ફાઈલને .parm ફાઈલમાં ઉમેરાવા માટેનો નિર્દેશ કરે છે. તેઓ CMSDASD અને CMSCONF છે.

CMSDASD=<cmsdasd_address>

જ્યાં <cmsdasd_address> એ CMS DASD ઉપકરણના ઉપકરણ ID ની યાદી રજૂ કરે છે કે જે રુપરેખાંકન ફાઈલનો સમાવેશ કરે છે. આ મોટે ભાગે CMS વપરાશકર્તાની 'A' ડિસ્ક છે. આ વિકલ્પ માત્ર તે જ વપરાશકર્તાઓને લાગુ પડે છે કે જેઓના પાસે CMS બંધારણવાળી ડિસ્ક (z/VM) ઉપ્લબ્ધ હોય.

ઉદાહરણ તરીકે: CMSDASD=191

CMSCONFFILE=<configuration_file>

જ્યાં <configuration_file> એ રુપરેખાંકન ફાઈલનું નામ રજૂ કરે છે. આ કિંમત નાના અક્ષરોમાં જ સ્પષ્ટ કરેલી હોવી જોઈએ. તે Linux શૈલી ફાઈલ નામ બંધારણમાં સ્પષ્ટ થયેલી છે. CMS ફાઈલ REDHAT CONFredhat.conf રીતે સ્પષ્ટ થયેલી છે. આ વિકલ્પ માત્ર એ જ વપરાશકર્તાઓને લાગુ પડી શકે કે જેઓની પાસે CMS બંધારણવાળી ડિસ્ક (z/VM) ઉપ્લબ્ધ હોય.

ઉદાહરણ તરીકે: CMSCONFFILE=redhat.conf

DASD=<dasd-list>

જ્યાં <dasd-list> એ DASD ઉપકરણોની યાદી રજૂ કરે છે કે જે Red Hat Enterprise Linux દ્વારા વપરાય છે.

જો પરિમાણ અવગણાયેલ હોય તો DASD માટે આપોઆપ ચકાસણી થાય છે, DASD= પરિમાણને ઉમેરવાનું ખૂબ આગ્રહણીય છે, જેમ ઉપકરણ સંખ્યાઓ (અને તેથી ઉપકરણ નામો) બદલાઈ શકે છે જ્યારે નવી DASD એ Red Hat Enterprise Linux મહેમાનમાં ઉમેરાય. આ બિનવપરાશી સિસ્ટમમાં પરિણમી શકે છે.

ઉદાહરણ તરીકે: DASD=0.0.0100,0.0201-0.0.0204

નીચેના પરિમાણો નેટવર્ક સુયોજિત કરવા માટે જરુરી છે:

SUBCHANNELS=

વિવિધ નેટવર્ક ઈન્ટરફેસો માટે જરુરી ઉપકરણ bus ID પૂરા પાડે છે.

qeth: SUBCHANNELS="<read_device_bus_id>,<write_device_bus_id>,
<data_device_bus_id>"
lcs: SUBCHANNELS="<read_device_bus_id>,<write_device_bus_id>"
ctc: SUBCHANNELS="<read_device_bus_id>,<write_device_bus_id>"

Due to the length of the qeth command line, it has been broken 
into two lines.  

ઉદાહરણ તરીકે (નમૂના qeth SUBCHANNEL વિધાન):

SUBCHANNELS=0.0.0600,0.0.0601,0.0.0602

સ્પષ્ટ CTC પ્રોટોકોલ પર દબાણ કરવા માટે, વધારાના પરિમાણો ઉમેરી શકાશે. ઉદાહરણ તરીકે:

 
CTCPROT=<n>

જ્યાં <n> એ નીચેનામાંનુ એક છે:

  • ૦ એ સુસંગતતા સ્થિતિ માટે (S/390 અને zSeries ઓપરેટિંગ સિસ્ટમ સિવાયના બિન-Linux વપરાશકર્તાઓ સાથે વપરાય છે)

  • વિસ્તૃત સ્થિતિ માટે ૧

  • CTC-આધારિત tty માટે ૨ (Linux-થી-Linux જોડાણો માટે જ માત્ર આધારભૂત છે)

  • S/390 અને zSeries ઓપરેટિંગ સિસ્ટમ સાથે સુસંગતતા સ્થિતિ માટે ૩

PEERID=<userid>

જ્યાં <userid> એ તમે જે મશીન સાથે સંપર્ક કરવા માંગો તે મશીનનું ID રજૂ કરે છે. નોંધ કરો કે ID મોટા અક્ષરોમાં જ લખાયેલું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, z/VM TCP/IP સેવા મશીનનું IUCV જોડાણ આ રીતે લખાયેલું હોવું જોઈએ:

PEERID=TCPIP

નીચેના પરિમાણો વૈકલ્પિક છે:

HOSTNAME=<string>

જ્યાં <string> એ નવી સ્થાપિત Linux મહેમાન માટે યજમાન નામ છે.

NETTYPE=<type>

જ્યાં <type> એ નીચેનામાંનુ જ એક હોવું જોઈએ: ctc, iucv, qeth અથવા lcs.

IPADDR=<IP>

જ્યાં <IP> એ નવા Linux મેહમાનનું IP સરનામું છે.

NETWORK=<network>

જ્યાં <network> એ તમારા નેટવર્કનું સરનામું છે.

NETMASK=<netmask>

જ્યાં <netmask> એ નેટમાસ્ક છે.

BROADCAST=<broadcast>

જ્યાં <broadcast> એ બ્રોડકાસ્ટ સરનામું છે.

GATEWAY=<gw>

જ્યાં <gw> એ ક્યાં તો eth ઉપકરણ માટે ગેટવે-IP હશે અથવા તો ctc/escon/iucv પોઈન્ટ-ટુ-પોઈન્ટ ભાગીદારનું IP સરનામું હશે.

MTU=<mtu>

જ્યાં <mtu> એ આ જોડાણ માટે મહત્તમ પરિવહન એકમ (Maximum Transmission Unit -MTU) છે.

DNS=<server1>:<server2>:...:<serverN>

જ્યાં <server1>:<server2>:...:<serverN> એ DNS સર્વરોની યાદી છે, જે કોલોન ':' દ્વારા અલગ પડાયેલ છે. ઉદાહરણ તરીકે:

DNS=10.0.0.1:10.0.0.2
SEARCHDNS=<domain1>:<domain2>:...:<domainN>

જ્યાં <domain1>:<domain2>:...:<domainN> એ શોધ ડોમેઈનોની યાદી છે, જે કોલોન ':' દ્વારા અલગ પડાયેલ છે. ઉદાહરણ તરીકે:

SEARCHDNS=example.com:example.org
PORTNAME=<osa_portname> | <lcs_portnumber>

આ ચલ OSA ઉપકરણોને qdio સ્થિતિ અથવા non-qdio સ્થિતિમાં ચાલવા માટે આધાર આપે છે.

જ્યારે qdio સ્થિતિ વાપરો: <qeth_portname> એ OSA ઉપકરણ પર સ્પષ્ટ કરેલ પોર્ટ નામ છે જ્યારે qeth સ્થિતિમાં ક્રિયા કરી રહ્યા હોય. PORTNAME એ માત્ર z/VM 4.3 અથવા જૂના માટે APAR VM63308 અને PQ73878 વિના જરુરી છે.

જ્યારે non-qdio સ્થિતિ વાપરો: <lcs_portnumber> એ સંબંધિત પોર્ટ નંબર ૦ થી ૧૫ ના વિસ્તારમાં પસાર કરવા માટે વપરાય છે.

FCP_* (FCP_1, FCP_2, ...)

આ ચલો સિસ્ટમો પર FCP સુયોજન પૂર્વરુપરેખાંકિત કરવા માટે FCP ઉપકરણો સાથે વાપરી શકાય છે (તે સ્થાપન દરમ્યાન બદલી શકાય છે).

યોગ્ય પરિમાણ ફાઈલોનું બંધારણ ઘડવા માટે નીચના નમૂનાઓ માર્ગદર્શક તરીકે વાપરો.

ઓછા પણ જરુરી પરિમાણો સાથે નમૂના ફાઈલ:

root=/dev/ram0 DASD=200

નોંધનોંધ
 

Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ વપરાશકર્તાને પરિમાણ ફાઈલમાં નહિં સ્પષ્ટ થયેલ પરંતુ જરુરી એવા પરિમાણો માટે પૂછે છે.

CTC નેટવર્કીંગ ઉપકરણને રુપરેખાંકિત કરતી નમૂના ફાઈલ:

redhat.parm ફાઈલનું ઉદાહરણ:

root=/dev/ram0 ro ip=off ramdisk_size=40000
CMSDASD=191 CMSCONFFILE=redhat.conf
vnc

redhat.conf ફાઈલનું ઉદાહરણ (CMSCONFFILE દ્વારા redhat.parm માં નિર્દેશ થયેલ છે)

DASD=200
HOSTNAME=client.z900.example.com
NETTYPE=ctc
IPADDR=192.168.0.10
SUBCHANNELS=0.0.0150,0.0.0151
NETWORK=192.168.0.0
NETMASK=255.255.255.0
SEARCHDNS=example.com:dns.example.com:z900.example.com
BROADCAST=192.168.0.255
GATEWAY=192.168.0.1
DNS=192.168.0.254
MTU=1492 
CTCPROT=0