| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | આગળવધો | |
સ્થાપન પ્રક્રિયા IBM S/390 અને IBM eServer zSeries પ્લેટફોર્મો સાથેની તમારી આધારભૂત પારિવારિકતા ધારે છે. આ પ્લેટફોર્મો પરની વધારાની જાણકારી માટે, IBM ની ઓનલાઈન ઉપ્લબ્ધ એવી Redbooks નો સંદર્ભ લો:
http://www.redbooks.ibm.com/ |
આ માર્ગદર્શિકા ધારે છે કે તમે સંબંધિત Redbooks સાથે જાણીતા છો અને લોજિકલ પાર્ટીશનો (LPAR) અને વર્ચ્યુઅલ મશીનો (VM) ને S/390 અથવા IBM eServer zSeries સિસ્ટમ પર સુયોજિત કરી શકો છો.
![]() | નોંધ |
|---|---|
મોટા ભાગના વર્તમાન IBM સ્રોતો માટે, http://www.ibm.com/eserver/zseries/ ની મુલાકાત લો. |
તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરો તે પહેલા, તમારે નીચેના પગલાંઓ કરવા જ જોઈએ:
પૂરતા DASD[1] અથવા SCSI[2] પાર્ટીશનો યોગ્ય ડિસ્ક જગ્યા પૂરી પાડવા માટે સોંપો (ઉદાહરણ તરીકે, 2 GB એ સર્વર સ્થાપન માટે પૂરતી છે, જ્યારે બધા પેકેજો સ્થાપિત કરવા માટે ન્યુનતમ 5 GB જરુરી છે.).
Linux વર્ચ્યુઅલ મશીન બનાવવા માટે ન્યુનતમ 256 MB RAM (512 MB એ ખૂબ આગ્રહણીય છે) મેળવો.
નક્કી કરો કે શું તમારે સ્વેપ જગ્યા જોઈએ છે અને હા તો કેટલી. જ્યારે એ શક્ય (અને આગ્રહણીય) છે કે પૂરતી મેમરી z/VM ને સોંપવી અને z/VM ને જરુરી સ્વેપ કરવાની પરવાનગી આપવી, ત્યાં કિસ્સાઓ હોઈ શકે કે જ્યાં જરુરી RAM નો જથ્થો ધારી શકાય એમ નથી. આવા બનાવો કિસ્સાઓના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે.
કયું પર્યાવરણ કે જેની અંદર Red Hat Enterprise Linux ઓપરેટિંગ સિસ્ટમ (LPAR પર અથવા એક અથવા વધુ વર્ચ્યુઅલ મશીનો પર યજમાન ઓપરેટિંગ સિસ્ટમ તરીકે) ચલાવવી તે નક્કી કરો.
છેલ્લે, 3.3 થી 3.8 વિભાગોનો, અને S/390 Redbook માટે IBM Linux ના પ્રકરણ ૫ અને ૬ નો ઉપરછલ્લો આશરો લેવાનું મહત્વનું છે, કારણ કે તે વિવિધ રુપરેખાંકનો અને સ્થાપન દ્રશ્યો કે જે S/390 પ્લેટફોર્મની પર ઉપ્લબ્ધ છે તે સમજાવે છે સાથે જ કેવી રીતે પ્રારંભિક LPAR અથવા Linux વર્ચ્યુઅલ મશીન (z/VM) સુયોજિત કરવું તે પણ સમજાવે છે.
નેટવર્ક રુપરેખાંકન પહેલાથી જ વ્યાખ્યાયિત થયેલ હોવું જોઈએ. Red Hat Enterprise Linux એ S/390 માટે CTC (channel-to-channel), IUCV (inter-user communication vehicle), LCS (LAN channel station), અને QDIO-સક્રિયકૃત (Queued Direct I/O) ઉપકરણોની સાથે ઘણા નેટવર્ક ઉપકરણોને આધાર આપે છે.
આ સ્થાપનના હેતુ માટે, એ આગ્રહણીય છે કે ઓછામાં ઓછી 4 GB ની ડિસ્ક જગ્યા (જેમ કે બે 2 GB DASD, direct access storage device, પાર્ટીશનો અથવા સરખી zSeries SCSI LUN) સ્થાપન પ્રક્રિયા માટે નોંધાયેલી હોવી જોઈએ. બધી DASD ડિસ્ક સોંપણીઓ સ્થાપન પ્રક્રિયા પહેલા પૂર્ણ થયેલી હોવી જોઈએ. સ્થાપન પછી, વધુ DASD અથવા SCSI (માત્ર zSeries માટે) ડિસ્ક પાર્ટીશનો ઉમેરાશે અથવા કાઢી નંખાશે જો જરુરી હોય તો.
| [1] | Direct Access Storage Devices (અથવા DASD) એ હાર્ડ ડિસ્કો છે કે જે એક DASD પ્રતિ મહત્તમ ૩ પાર્ટીશનો માન્ય કરે છે. ઉદાહરણ તરીકે, dasda પાસે dasda[123] છે. |
| [2] | ફાઈબર અને સારી સ્વીચ ઉપર zFCP ડ્રાઈવર વાપરી રહ્યા છીએ, SCSI LUN રજૂ કરી શકાશે. |