2.22. સ્થાપન પૂર્ણ

અભિનંદન! તમારું Red Hat Enterprise Linux સ્થાપન હવે પૂર્ણ થયું!

સ્થાપન કાર્યક્રમ તમને તમારી સિસ્ટમ રીબુટ કરવા માટે પૂછશે.

એક વાર સ્થાપન પૂર્ણ થાય, પછી તમારે DASD(s) કે જ્યાં Red Hat Enterprise Linux સ્થાપિત હોય તેમાંથી જ IPL (બુટ) કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, ૩૨૭૦ કન્સોલ પર તમે #cp i 200 આદેશ આપી શકો છો.

નોંધનોંધ
 

તમે ૩૨૭૦ કન્સોલમાંથી જોડાણ તોડી રહ્યા છો તેમ ધારી રહ્યા છીએ, #cp disc ને #cp logout અથવા #cp log ની જગ્યાએ વાપરો. આ Red Hat Enterprise Linux ને S/390 માટે જ્યારે ૩૨૭૦ કન્સોલ સાથે જોડાયેલા હોય તેની સાથે ચાલુ રાખવા માટે પરવાનગી આપે છે.

નીચેનું તમારી સ્થાપિત Red Hat Enterprise Linux OS ને IPL કરી રહી છે, તમે સિસ્ટમ પર telnet અથવા ssh દ્વારા પ્રવેશી શકો છો. એ નોંધ કરવાનું મહત્વનું છે કે ૩૨૭૦ અથવા /etc/securetty માં યાદી થયેલ ઉપકરણો એ માત્ર એવી જ્ગ્યા છે કે જેમાંથી તમે રુટ તરીકે પ્રવેશી શકો છો. દૂરસ્થ સિસ્ટમમાંથી રુટ તરીકે પ્રવેશવા માટે, ssh વાપરો.

પ્રથમ વાર તમે તમારી Red Hat Enterprise Linux સિસ્ટમને રનલેવલ ૫ (ગ્રાફિકવાળું રનલેવલ) માં શરુ કરવા જઈ રહ્યા છો, સેટઅપ એજન્ટ એ રજૂ થયેલ છે, કે જે તમને Red Hat Enterprise Linux ના રુપરેખાંકન દરમ્યાન માર્ગદર્શન કરે છે. આ સાધનને વાપરીને, તમે તમારી સિસ્ટમનો સમય અને તારીખ સુયોજિત કરી શકો છો, સોફ્ટવેર સ્થાપિત કરી શકો છો, તમારા મશીનને Red Hat નેટવર્ક સાથે નોંધણી કરાવી શકો છો, અને ઘણું બધું. સેટઅપ એજન્ટ એ તમને તમારું પર્યાવરણ શરુઆતમાંથી રુપરેખાંકિત કરવાની પરવાનગી આપે છે, કે જેથી તમે તમારી Red Hat Enterprise Linux સિસ્ટમ ઝડપથી શરુ કરી શકો છો.

સેટઅપ એજન્ટ ને વાપરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, Red Hat Enterprise Linux ક્રમાનુસાર માર્ગદર્શન માં શરુઆત કરો પ્રકરણનો સંદર્ભ લો.

તમારી Red Hat Enterprise Linux ઉમેદવારીની નોંધણી કરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, વિભાગ 2.23 નો સંદર્ભ લો.