2.13. તમારી સિસ્ટમનું પાર્ટીશન કરવાનું

જો તમે જાતે પાર્ટીશન કરવાનું પસંદ કરો, તો તમારે સ્થાપન કાર્યક્રમને કહેવું જ પડશે કે તમે ક્યાં Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માંગો છો. આ એક અથવા વધુ પાર્ટીશનો દ્વારા માઉન્ટ બિંદુ વ્યાખ્યાયિત કરીને કરવામાં આવેલ છે કે જેમાં Red Hat Enterprise Linux સ્થાપિત હોય.

આકૃતિ 2-9. ડિસ્ક ડ્રુડ સાથે પાર્ટીશન

સ્થાપન કાર્યક્રમો દ્વારા વાપરવામાં આવતું પાર્ટીશન સાધન ડિસ્ક ડ્રુડ છે. અમુક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં, ડિસ્ક ડ્રુડ વિચિત્ર સ્થાપનો માટે પાર્ટીશનની જરુરિયાતો નિયંત્રિત કરે છે.

2.13.1. DASD ઉપકરણોનું ગ્રાફિકવાળું ડિસ્પ્લે

ડિસ્ક ડ્રુડ તમારા DASD ઉપકરણોની ગ્રાફિકવાળી રજૂઆત કરે છે.

તમારા માઉસની મદદથી, ગ્રાફિકવાળા ડિસ્પ્લેમાં કોઈપણ ચોક્કસ ક્ષેત્રને પ્રકાશિત કરવા માટે એક વાર ક્લિક કરો. વર્તમાન પાર્ટીશનમાં ફેરફાર કરવા માટે બેવડું ક્લિક કરો અને માઉન્ટ બિંદુ સોંપો.

ડિસ્પ્લે ઉપર, તમે ડ્રાઈવ નામ (જેમ કે /dev/dasda ) નું રીવ્યુ કરી શકો છો, Geom (કે જે હાર્ડ ડિસ્કની ભૂમિતિ બતાવે છે અને તેમાં તે ત્રણ સંખ્યાઓ બતાવે છે જેમાં સિલિન્ડરો, હેડ, અને સેક્ટરોની સંખ્યાનો અહેવાલ હાર્ડ ડિસ્ક દ્વારા આપવામાં આવે છે), અને હાર્ડ ડ્રાઈવનો નમૂનો સ્થાપન કાર્યક્રમ દ્વારા શોધાય છે તે બતાવે છે.

2.13.2. ડિસ્ક ડ્રુડનાં બટનો

આ બટનો ડિસ્ક ડ્રુડની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તેઓ પાર્ટીશનના લક્ષણો બદલવા માટે (ઉદાહરણ તરીકે ફાઈલ સિસ્ટમનો પ્રકાર અને માઉન્ટ બિંદુ) અને RAID ઉપકરણો બનાવવા માટે પણ વપરાય છે. આ સ્ક્રીન પરના બટનો તમે કરેલા ફેરફારો સ્વીકારવા પણ વપરાય છે, અથવા ડિસ્ક ડ્રુડમાંથી બહાર નીકળવા માટે વપરાય છે. પછીની સમજૂતી માટે, બધા બટન પર ક્રમમાં ક્લિક કરીને જુઓ:

2.13.3. પાર્ટીશન ક્ષેત્રો

ઉપર પાર્ટીશનનો વંશવેલો એ લેબલોથી છે કે જે તમે બનાવી રહ્યા છો તે પાર્ટીશનો વિશે જાણકારી રજૂ કરે છે. લેબલો નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થયેલ છે:

RAID ઉપકરણ/LVM વોલ્યુમ જૂથ સભ્યો છુપાવો: જો તમે કોઈ RAID ઉપકરણ અથવા LVM વોલ્યુમ જૂથ સભ્યો કે જે બનેલા છે તે જોવા માંગો તો આ વિકલ્પ પસંદ કરો.

2.13.4. પાર્ટીશન કરવાની આગ્રહણીય પદ્ધતિ

જ્યાં સુધી તમારી પાસે આમ નહિં કરવાનું કારણ નહિં હોય, તો અમે એવો આગ્રહ રાખીએ છીએ કે તમે નીચેના પાર્ટીશનો બનાવો:

2.13.5. પાર્ટીશનોમાં ફેરફાર

પાર્ટીશનમાં ફેરફાર કરવા માટે, ફેરફાર કરો બટન પર ક્લિક કરો અથવા વર્તમાન પાર્ટીશન પર બેવડું ક્લિક કરો.

નોંધનોંધ
 

જો પાર્ટીશન તમારી હાર્ડ ડિસ્ક પર પહેલાથી જ હાજર હોય, તો તમે પાર્ટીશનનું માત્ર માઉન્ટ બિંદુ જ બદલી શકો છો. બીજા બધા ફેરફારો કરવા માટે, તમારે પાર્ટીશન કાઢીને તેને ફરીથી જ બનાવવો પડે છે.