2.3. સ્થાપન કાર્યક્રમ ચલાવવાનું

LPAR અથવા VM સિસ્ટમમાંથી બુટ કરવા માટે પ્રકરણ 1 માં દર્શાવેલ પગલાંઓને અનુસર્યા પછી, S/390 પર રુપરેખાંકિત સ્થાપિત Linux સિસ્ટમ માટે telnet અથવા ssh વાપરો. ssh મારફતે પ્રવેશવું એ પ્રાધાન્યવાળી પદ્ધતિ છે.

તેમછતાં પણ મોટા ભાગના સ્થાપનો માટે લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ મૂળભુત રીતે ચાલે છે, તમે NFS સ્થાપન પદ્ધતિઓ મારફતે બંને VM અને LPAR સ્થાપનો માટે ઉપ્લબ્ધ ગ્રાફિકવાળો સ્થાપન કાર્યક્રમ વૈકલ્પિક રીતે ચલાવી શકો છો.

નોંધનોંધ
 

જો તમારી પાસે નેટવર્કનું જોડાણ ધીમું હોય અથવા લખાણ આધારિત સ્થાપનને પ્રાધાન્ય આપો, તો પરિમાણ ફાઈલમાં DISPLAY= ચલને સુયોજિત કરો નહિં. લખાણ-આધારિત સ્થાપન એ ગ્રાફિકવાળા સ્થાપનના જેવું જ છે; તેમ છતાં પણ, ગ્રાફિકવાળું સ્થાપન ઘણા પેકેજોની પસંદગી વિગતવાર કરવા માટે પરવાનગી આપે છે અને અન્ય વિકલ્પો લખાણ-આધારિત સ્થાપનોમાં ઉપ્લબ્ધ હોતા નથી. એવો ખૂબ આગ્રહ રાખવામાં આવે છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે ગ્રાફિકવાળું સ્થાપન વાપરો.

ગ્રાફિકવાળું સ્થાપન ચલાવવા માટે, વર્કસ્ટેશન વાપરો કે જેની પાસે X વિન્ડો સિસ્ટમ સર્વર અથવા VNC ક્લાઈન્ટ સ્થાપિત હોય. SSH ક્લાઈન્ટ વાપરો કે જે X11 ને આગળ વધારવાને અથવા Telnet ક્લાઈન્ટને પરવાનગી આપે છે. SSH એ તેના સુરક્ષા લક્ષણો માટે ખૂબ આગ્રહણીય છે એ જ રીતે તેની X અને VNC સત્રોને આગળ ધપાવવાની ક્ષમતા પર. Linux image (Linux મહેમાન z/VM પર ચાલી રહ્યો છે) સાથે જોડાયા પહેલા તમારા SSH ક્લાઈન્ટમાં X11 ને આગળ ધપાવવાનું સક્રિય કરો.

2.3.1. X11 આગળ ધપાવવાની મદદથી સ્થાપન

ઉદાહરણ તરીકે, Linux ઈમેજ સાથે જોડાવા માટે અને ગ્રાફિકવાળા સ્થાપન કાર્યક્રમને OpenSSH ની મદદથી X11 આગળ ધપાવવાની સાથે Linux વર્કસ્ટેશન પર પ્રદર્શિત કરવા માટે, વર્કસ્ટેશન શેલ પ્રોમ્પ્ટ પર નીચેનું લખો:

ssh -X linuxvm.example.com

-X વિકલ્પ X11 ને આગળ ધપાવવાનું સક્રિય કરે છે.

જો તમારું DNS અથવા યજમાનો યોગ્ય રીતે સુયોજિત નહિં થયા હોય તો ગ્રાફિકવાળો સ્થાપન કાર્યક્રમ યોગ્ય રીતે શરુ થઈ શકે નહિં, અથવા તમારા ડિસ્પ્લે પર Linux ઈમેજને ખોલવા માટે પરવાનગી મળે નહિં. તમે DISPLAY= ચલને યોગ્ય રીતે સુયોજિત કરીને આનાથી બચી શકો છો. પરિમાણ ફાઈલમાં DISPLAY=workstationname:0.0 પરિમાણ ઉમેરો, Linux ઈમેજ સાથે સંપર્ક કરવા માટે workstationname ને ક્લાઈન્ટ વર્કસ્ટેશનના યજમાનનામ સાથે બદલીને. સ્થાનિક વર્કસ્ટેશન પર વર્કસ્ટેશન સાથે Linux ઈમેજને જોડાવા માટેની પરવાનગી આપવા માટે xhost +linuxvm આદેશ વાપરો.

જો તમારા માટે NFS મારફતે ગ્રાફિકવાળું સ્થાપન આપોઆપ શરુ થાય નહિં, તો પરિમાણ ફાઈલમાં DISPLAY= ચલ સુયોજનો ચકાસો. જો VM સ્થાપન કરી રહ્યા હોય, તો વાંચક પર નવી પરિમાણ ફાઈલ લાવવા માટે સ્થાપન પુનઃ ચલાવો. વધુમાં, જ્યારે આગળ ધપાયેલ X11 ડિસ્પ્લે કરી રહ્યા હોય ત્યારે ખાતરી કરો કે X સર્વર એ વર્કસ્ટેશન મશીન પર શરુ થયું છે. છેલ્લે, NFS સ્થાપન પદ્ધતિ પસંદ થયેલ છે તેની ખાતરી કરો, કારણ કે આ જ માત્ર એક પદ્ધતિ છે કે જે ગ્રાફિકવાળા સ્થાપનોને આધાર આપે છે.

2.3.2. VNC ની મદદથી સ્થાપન

જો તમે VNC વાપરી રહ્યા હોય, તો વર્કસ્ટેશન SSH ટર્મિનલ તમને VNC ક્લાઈન્ટ દર્શક શરુ કરવા અને VNC ડિસ્પ્લેના સ્પષ્ટીકરણોની વિગતો આપવા માટે પૂછશે. SSH ટર્મિનલમાંથી VNC ક્લાઈન્ટ દર્શકમાં સ્પષ્ટીકરણો દાખલ કરો અને સ્થાપન શરુ કરવા માટે Linux ઈમેજ સાથે જોડાવો.

એક વાર તમે Linux ઈમેજમાં પ્રવેશ મેળવી લીધા પછી loader સ્થાપન કાર્યક્રમ શરુ કરશે.

જ્યારે loader શરુ થાય છે, સ્થાપન પદ્ધતિ પસંદ કરવા માટે ઘણી સ્ક્રીનો દેખાય છે.