1.2. બુટ પદ્ધતિની આધારભૂત ઉપરછલ્લી સમજ

સ્થાપન માટે તૈયાર થવા માટે, તમારી પાસે Linux કર્નલ (kernel.img), ram ડિસ્ક (initrd.img), CMS રુપરેખાંકન ફાઈલ (generic.conf) અને પરિમાણ ફાઈલ હોવી જ જોઈએ. સાદું પરિમાણ અને CMS રુપરેખાંકન ફાઈલો પૂરી પાડવામાં આવેલ છે (generic.prm અને generic.conf). તમારે CMS રુપરેખાંકન ફાઈલમાં ફેરફાર કરવો જોઈએ અને તમારા DASD વિશે જાણકારી ઉમેરવી જોઈએ. તમારે તમારા નેટવર્ક રુપરેખાંકન વિશે પણ અમુક જાણકારી ઉમેરવાની જરુર છે. એકવાર આ S/390 પર શરુ થઈ જાય, પછી નેટવર્ક રુપરેખાંકિત થઈ જાય. પછી તમે telnet અથવા ssh ને બીજા કમ્પ્યુટર પર વાપરવા માટે તમારી Red Hat Enterprise Linux સ્થાપન ઈમેજમાં પ્રવેશી શકો છો. હવે તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માટે સ્થાપન સ્ક્રિપ્ટ શરુ કરી શકો છો.

નોંધનોંધ
 

CMS રુપરેખાંકન ફાઈલ એ Red Hat Enterprise Linux 4 માટે નવી ફાઈલ છે. પહેલાના પ્રકાશનોના વપરાશકર્તાઓએ આ ઉમેરાની નોંધ લેવી જોઈએ. આ નવી ફાઈલ વધુ વિગતવાર પ્રકરણ 1 દરમ્યાન સમજાવાયેલી છે.