| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારે શરુ કરવા માટેના પગલાંઓ | આગળવધો |
z/VM માં Linux મહેમાન ખાતા તરીકે પ્રવેશો. તમે x3270 અથવા c3270 વાપરી શકો છો (x3270-text પેકેજમાથી Red Hat Enterprise Linux માં) બીજી Linux સિસ્ટમોમાંથી z/VM માં પ્રવેશવા માટે. વૈકલ્પિક રીતે, S/390 વ્યવસ્થા કન્સોલ પર OS/2 3270 ટર્મિનલ ઈમ્યુલેટર વાપરો. જો તમે Windows આધારિત મશીનોમાંથી કામ કરી રહ્યા હોય, તો Jolly Giant (http://www.jollygiant.com/) SSL-સક્રિયકૃત 3270 ઈમ્યુલેટર પૂરુ પાડે છે.
જો તમે CMS સ્થિતિમાં નહિં હોય, તો તેને હમણાં દાખલ કરો.
i cms |
જો જરુરી હોય, તો ઉપકરણ ઉમેરો કે જે z/VM ના TCP/IP સાધનો તમારી CMS ડિસ્ક યાદી માટે સમાવતું હોય. ઉદાહરણ તરીકે:
vmlink tcpmaint 592 592 |
જો qdio/qeth આધારિત નેટવર્ક જોડાણ પ્રકારોમાંના કોઈપણ વાપરી રહ્યા હોય (જેમ કે OSA express અથવા hipersockets), તો VM મહેમાનના qioassist પરિમાણને off સુયોજિત કરો:
set qioassist off |
FTP થી મશીન Red Hat Enterprise Linux બુટ ઈમેજો ધરાવે છે (kernel.img અને initrd.img), પ્રવેશો, અને નીચેના આદેશો ચલાવો ((repl વિકલ્પ વાપરો જો તમે વર્તમાન kernel.img અને initrd.img ઈમેજ ફાઈલો પર ફરીથી લખી રહ્યા હોય):
cd /location/of/boot/images/
locsite fix 80
bin
get kernel.img (repl
get initrd.img (repl
ascii
get redhat.parm (repl
quit
તમે હમણાં પરિમાણ ફાઈલ બનાવી શકો છો (ઉદાહરણ તરીકે, redhat.parm). નમૂના પરિમાણ ફાઈલો માટે પરિશિષ્ટ B નો સંદર્ભ લો. નીચે પરિમાણ ફાઈલના સમાવિષ્ટોની સમજૂતી આપેલી છે.
ત્યાં પરિમાણ ફાઈલમાં કુલ ૩૨ પરિમાણોની મર્યાદા છે. પરિમાણ ફાઈલો સાથે મર્યાદાઓને સમાવવા માટે, CMS DASD પર નવી રુપરેખાંકન ફાઈલ પ્રારંભિક નેટવર્ક સુયોજન રુપરેખાંકન કરવા માટે અને DASD સ્પષ્ટીકરણો માટે વપરાવી જોઈએ.
.parm ફાઈલ હજુ real કર્નલ પરિમાણો માટે જરુરી છે, જેમ કે root=/dev/ram0 ro ip=off ramdisk_size=40000, અને એક પરિમાણો કે જેઓ ચલોને સોંપાયેલા નથી, જેમ કે vnc. બે નવા પરિમાણો કે જે સ્થાપન કાર્યક્રમને નવી રુપરેખાંકન ફાઈલમાં નિર્દેશ કરે છે કે જે .parm ફાઈલમાં ઉમેરાવી જરુરી છે:
CMSDASD=191 CMSCONFFILE=redhat.conf |
CMSDASD એ CMS બંધારણવાળા DASD નું ઉપકરણ ID છે કે જે રુપરેખાંકન ફાઈલ સમાવે છે. mainframe વપરાશકર્તા માટે CMSDASD એ મોટે ભાગે '$HOME' DASD 191 હશે. રુપરેખાંકન ફાઈલનું નામ CMSCONFFILE સાથે સુયોજિત થવું જ જોઈએ અને બધા નાના અક્ષરોમાં જ હોવા જોઈએ.
CMSCONFFILE ની વાક્યરચના bash શૈલીની હોય છે variable="value" જોડીઓ સાથે, દરેક લીટી પર એક.
ઉદાહરણ redhat.parm ફાઈલ:
root=/dev/ram0 ro ip=off ramdisk_size=40000 CMSDASD=191 CMSCONFFILE=redhat.conf vnc |
ઉદાહરણ redhat.exec ફાઈલ:
/* */ 'cl rdr' 'purge rdr all' 'spool punch * rdr' 'PUNCH KERNEL IMG A (NOH' 'PUNCH REDHAT PARM A (NOH' 'PUNCH INITRD IMG A (NOH' 'ch rdr all keep nohold' 'i 00c' |
ઉદાહરણ redhat.conf ફાઈલ:
HOSTNAME="foobar.zSeries.example.com" DASD="200-203" NETTYPE="qeth" IPADDR="192.168.17.115" SUBCHANNELS="0.0.0600,0.0.0601,0.0.0602" PORTNAME="FOOBAR" NETWORK="192.168.17.0" NETMASK="255.255.255.0" BROADCAST="192.168.17.255" SEARCHDNS="example.com:zSeries.example.com" GATEWAY="192.168.17.254" DNS="192.168.17.1" MTU="4096" |
નીચેના પરિમાણો જરુરી છે અને તેમનો પરિમાણ ફાઈલમાં સમાવેશ કરવો જ જોઈએ:
DASD=<dasd-list>
જ્યાં <dasd-list> એ DASD ઉપકરણોની યાદી રજૂ કરે છે કે જે Red Hat Enterprise Linux દ્વારા વપરાય છે.
તેમછતાં પણ DASD માટે આપોઆપ ચકાસણી એ જો પરિમાણને અવગણવામાં આવે તો થશે, DASD= પરિમાણને ઉમેરવાનું ખૂબ આગ્રહણીય છે, કારણ કે ઉપકરણ નંબરો (અને તેથી ઉપકરણ નામો) બદલાઈ શકે જ્યારે નવી DASD એ Red Hat Enterprise Linux મહેમાનમાં ઉમેરાય. આ બિનવપરાશી સિસ્ટમમાં પરિણમી શકે છે.
root=<file-system>
જ્યાં <file-system> એ ઉપકરણને રજૂ કરે છે કે જેના ઉપર રુટ ફાઈલ સિસ્ટમ શોધી શકાય. સ્થાપન હેતુઓ માટે, તે /dev/ram0 માં સુયોજિત થયેલું હોવું જોઈએ, કે જે Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમને સમાવતી ramdisk હોઈ શકે.
નેટવર્કીંગ સુયોજિત કરવા માટે નીચેના પરિમાણો જરુરી છે:
SUBCHANNELS=
વિવિધ નેટવર્ક ઈન્ટરફેસો માટે જરુરી ઉપકરણ bus ID પૂરા પાડે છે.
qeth: SUBCHANNELS="<read_device_bus_id>,<write_device_bus_id>, <data_device_bus_id>" lcs: SUBCHANNELS="<read_device_bus_id>,<write_device_bus_id>" ctc: SUBCHANNELS="<read_device_bus_id>,<write_device_bus_id>" |
ઉદાહરણ તરીકે (સાદું qeth SUBCHANNEL વિધાન):
SUBCHANNELS=0.0.0600,0.0.0601,0.0.0602 |
સ્પષ્ટ CTC પ્રોટોકોલ પર દબાણ કરવા માટે, વધારાના પરિમાણો ઉમેરી શકાશે. ઉદાહરણ તરીકે:
CTCPROT=<n>
જ્યાં <n> એ નીચેનામાંનો એક છે:
· ૦ સુસંગતતા સ્થિતિ માટે (બિન-Linux તથા S/390 અને zSeries સિવાયની ઓપરેટિંગ સિસ્ટમો સાથે વપરાય છે)
· ૧ વિસ્તૃત સ્થિતિ માટે
· ૨ CTC-આધારિત tty માટે (માત્ર Linux-થી-Linux જોડાણો પર આધારભૂત છે)
· ૩ એ S/390 અને zSeries ઓપરેટિંગ સિસ્ટમો સાથે સુસંગતતા સ્થિતિ માટે
PEERID=<userid>
જ્યાં <userid> એ તમે જેની સાથે જોડાવા માંગો તે મહેમાન મશીનનું ID રજૂ કરે છે. નોંધ કરો કે ID મોટા અક્ષરોમાં જ લખાયેલું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, PEERID જોડાણ જે z/VM TCP/IP સેવા મશીન સાથે આ રીતે લખાયેલું હોવું જોઈએ:
PEERID=TCPIP
નોંધ કરો કે PEERID પરિમાણ IUCV પરિમાણ કે જે Linux કર્નલ આવૃત્તિ ૨.૪ સાથે વપરાય છે તેની સાથે બદલે છે.
નીચેના પરિમાણો વૈકલ્પિક છે:
HOSTNAME=<string>
જ્યાં <string> એ નવી સ્થાપિત Linux પરના મહેમાનનું યજમાનનામ છે.
NETTYPE=<type>
જ્યાં <type> એ આમાંનુ એક જ હોવું જોઈએ: ctc, iucv, lcs, અથવા qeth.
IPADDR=<IP>
જ્યાં <IP> એ નવા Linux મહેમાનનું IP સરનામું છે.
NETWORK=<network>
જ્યાં <network> એ તમારા નેટવર્કનું સરનામું છે.
NETMASK=<netmask>
જ્યાં <netmask> એ નેટમાસ્ક છે.
BROADCAST=<broadcast>
જ્યાં <broadcast> એ બ્રોડકાસ્ટ સરનામું છે.
GATEWAY=<gw>
જ્યાં <gw> એ ક્યાં તો તમારા eth ઉપકરણ માટે ગેટવે-IP છે અથવા ctc/escon/iucv પોઈન્ટ-ટુ-પોઈન્ટ ભાગીદારનું IP સરનામું છે.
MTU=<mtu>
જ્યાં <mtu> એ આ જોડાણ માટે મહત્તમ પરિવહન એકમ (Maximum Transmission Unit - MTU) છે.
DNS=<server1>:<server2>:…:<serverN>
જ્યાં <server1>:<server2>:…:<serverN> એ DNS સર્વરોની યાદી છે, કોલોન ':' દ્વારા અલગ થયેલ છે. ઉદાહરણ તરીકે:
DNS=10.0.0.1:10.0.0.2
SEARCHDNS=<domain1>:<domain2>:…:<domainN>
જ્યાં <domain1>:<domain2>:…:<domainN> એ શોધ પ્રદેશોની યાદી છે, કોલોન ':' દ્વારા અલગ થયેલ છે. ઉદાહરણ તરીકે:
SEARCHDNS=example.com:example.org
PORTNAME=<osa_portname> | <lcs_portnumber>
આ ચલ OSA ઉપકરણોને qdio સ્થિતિ અથવા non-qdio સ્થિતિમાં ચલાવવા માટે આધાર આપે છે.
જ્યારે qdio સ્થિતિ વાપરી રહ્યા હોય: <qeth_portname> એ OSA ઉપકરણ પર સ્પષ્ટ કરેલ પોર્ટનામ છે જ્યારે qeth સ્થિતિમાં ચલાવી રહ્યા હોય. PORTNAME એ માત્ર z/VM 4.3 અથવા APAR VM63308 વિનાની જૂની અને PQ73878 માટે જરુરી છે.
જ્યારે non-qdio સ્થિતિ વાપરો: <lcs_portnumber> એ ૦ થી ૧૫ ના વિસ્તારમાં સંબંધિત પોર્ટ નંબરને પૂર્ણાંકમાં પસાર કરવા માટે વપરાય છે.
FCP_<n>="<device_number> <SCSI_ID> <WWPN> <SCSI_LUN> <FCP_LUN>"
ચલો સિસ્ટમો પર FCP ઉપકરણો સાથે પૂર્વ રુપરેખાંકિત FCP સુયોજન સાથે વાપરી શકાય છે અને સ્થાપન દરમ્યાન એનાકોન્ડામાં જરુર પ્રમાણે ફેરફાર કરી શકાય છે. ઉદાહરણ કિંમત આની જેમ જ દેખાશે:
FCP_1="0.0.5000 0x01 0x5105074308c212e9 0x0 4010" |
<n> એ પૂર્ણાંક કિંમત છે (દા.ત. FCP_1, FCP_2, ...).
<device_number> એ FCP ઉપકરણનું સરનામું સ્પષ્ટ કરવા માટે વપરાય છે (0.0.5000 એ ઉપકરણ 5000 માટે, ઉદાહરણ તરીકે).
<SCSI_ID> એ સ્પષ્ટ થયેલ hex-કિંમત છે, મોટે ભાગે ક્રમાંકિત કિંમતો (દા.ત. 0x01, 0x02, ...) એ વિવિધ FCP_ ચલો પર વપરાય છે.
<WWPN> એ રાઉટીંગ માટે વપરાતું વિશ્વ વ્યાપી પોર્ટ નામ છે (વારંવાર મલ્ટીપથ સાથે) અને તે 16-digit hex કિંમત તરીકે (દા.ત. 0x5105074308c212e9).
<SCSI_LUN> એ સ્થાનિક SCSI લોજીકલ એકમ કિંમતનો સંદર્ભ લે છે અને તે hex-કિંમત તરીકે સ્પષ્ટ થયેલ છે, મોટે ભાગે ક્રમાંકિત કિંમતો (દા.ત. 0x00, 0x01, ...) ઘણા FCP_ ચલો પર વપરાય છે.
<FCP_LUN> એ સંગ્રહસ્થાન લોજીકલ એકમ ઓળખનારનો સંદર્ભ લે છે અને તે hex-કિંમત તરીકે સ્પષ્ટ થાય છે (જેમ કે 0x4010).
![]() | નોંધ |
|---|---|
FCP પરિમાણોમાં વપરાતી કિંમતોમાંની દરેક (FCP_1, FCP_2, ...) એ સાઈટ-સંબંધિત છે અને તેઓ સામાન્ય રીતે FCP સંગ્રહ સંચાલક દ્વારા પૂરી પાડવામાં આવે છે. |
કિકસ્ટાર્ટ સ્થાપનો માટે નીચેનું પરિમાણ વૈકલ્પિક છે:
RUNKS=<value>
જ્યાં <value> એ ૧ તરીકે વ્યાખ્યાયિત થાય છે જો તમે સ્થાપન કાર્યક્રમને બિન આંતરિક સ્થિતિમાં ૩૨૭૦ ટર્મિનલમાં ચલાવવા માંગો, અથવા નહિંતર ૦ માં.
![]() | નોંધ |
|---|---|
ખાતરી કરો કે તમારી કિકસ્ટાર્ટ ફાઈલ તમે આ વિકલ્પ વાપરો તે પહેલાં બધા જરુરી પરિમાણો સમાવે છે. |
જો નેટવર્ક પરિમાણોમાંના કોઈપણની નેટવર્કને યોગ્ય રીતે ચલાવવા માટે જરુર હોય તેઓ પરિમાણ ફાઈલમાંથી અવગણવામાં આવે છે, સ્થાપન બુટ પ્રક્રિયા દરમ્યાન પ્રોમ્પ્ટ દેખાય છે.
જો તમે પ્રવેશ બંધ કરો, તો પુનઃ જોડાવો અને z/VM મહેમાન ID કે જે તમે સ્થાપન માટે રુપરેખાંકિત કરેલ હોય તેની મદદથી પ્રવેશો. જો તમે CMS સ્થિતિમાં નહિં હોય, તો હમણાં તે દાખલ કરો.
i cms |
ચલાવી શકાય તેવી સ્ક્રિપ્ટ બનાવો કે જે કર્નલ ઈમેજને IPL કરવા માટે જરુરી અને સ્થાપનની શરુઆત કરવા માટે આદેશોને સમાવતી હોય. નીચેની નમૂના સ્ક્રિપ્ટ એ મોટે ભાગે શરુઆતની સ્ક્રિપ્ટ છે:
/* */ 'CL RDR' 'PURGE RDR ALL' 'SPOOL PUNCH * RDR' 'PUNCH KERNEL IMG A (NOH' 'PUNCH REDHAT PARM A (NOH' 'PUNCH INITRD IMG A (NOH' 'CH RDR ALL KEEP NOHOLD' 'IPL 00C CLEAR' |
પ્રારંભિક સ્થાપનની શરુઆતની સ્ક્રિપ્ટ તમને તમારા નેટવર્કીંગ વિશે જાણકારી અને DASD મેળવવા માટે પૂછશે જ્યાં સુધી તમે બધી જરુરી જાણકારી પરિમાણ ફાઈલમાં સ્પષ્ટ નહિં કરી હોય.
એક વાર બધા પ્રશ્નોનો જવાબ અપાઈ જાય, પછી તમે મૂળ સ્થાપન કાર્યક્રમ, loader શરુ કરવા માટે તૈયાર થઈ જાવ. સ્થાપન સાથે ચાલુ રાખવા માટે, વધુ સુચનો માટે પ્રકરણ 2 નો સંદર્ભ લો.