| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ D. Red Hat Enterprise Linux ના સ્થાપનના મુશ્કેલી નિવારણ | આગળવધો |
જો તમે X વિન્ડો સિસ્ટમ સ્થાપિત કરેલી હોય અને તમારી Red Hat Enterprise Linux સિસ્ટમમાં ગ્રાફિકવાળા પ્રવેશ વ્યવસ્થાપકની મદદથી પ્રવેશો, તો X Display Manager Control Protocol (XDMCP) સક્રિય કરો. આ પ્રોટોકોલ વપરાશકર્તાઓને કોઈપણ X વિન્ડો સિસ્ટમ સાથે સુસંગત ક્લાઈન્ટમાંથી દૂરસ્થ રીતે ડેસ્કટોપ પર્યાવરણમાં પ્રવેશવા દે છે. (જેમ કે નેટવર્ક સાથે જોડાયેલ વર્કસ્ટેશન અથવા X ટર્મિનલ). XDMCP ની મદદથી પ્રવેશ સક્રિય કરવા માટે, Red Hat Enterprise Linux સિસ્ટમ પર /etc/X11/gdm/gdm-config ફાઈલમાં નીચેની લીટીમાં લખાણ સંપાદકની મદદથી જેમ કે vi અથવા nano ની મદદથી ફેરફાર કરો:
[xdmcp] Enable=false |
વાંચવા માટે Enable=true માં બદલો, ફાઈલ સંગ્રહો, અને લખાણ સંપાદકમાંથી બહાર નીકળો. X સર્વર શરુ કરવા માટે રનલેવલ ૫ માં બદલો:
/sbin/init 5 |
ક્લાઈન્ટ મશીનમાંથી, દૂરસ્થ X સત્રને X વાપરીને શરુ કરો. ઉદાહરણ તરીકે:
X :1 -query s390vm.example.com |
આદેશ દૂરસ્થ X સર્વર સાથે XDMCP મારફતે જોડાય છે (s390vm.example.com ને દૂરસ્થ X સર્વરના નામ સાથે બદલો) અને દૂરસ્થ ગ્રાફિકવાળી પ્રવેશ સ્ક્રીન પરના ક્લાઈન્ટ સિસ્ટમના :1 ડિસ્પ્લે પર પ્રદર્શિત કરે છે (મોટે ભાગે
તમે દૂરસ્થ ડેસ્કટોપ સત્રો પુનરાવર્તિત X સર્વરની મદદથી પણ ચલાવી શકો છો, કે જે દૂરસ્થ ડેસ્કટોપને તમારા વર્તમાન X સર્વરમાં વિન્ડો તરીકે ખોલે છે. Xnest વપરાશકર્તાઓને દૂરસ્થ ડેસ્કટોપ તેમના સ્થાનિક X સત્રની અંદર ખોલવા માટે પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, Xnest નીચેના આદેશની મદદથી ચલાવો, કે જે s390vm.example.com ને દૂરસ્થ X સર્વરના યજમાન નામથી બદલો:
Xnest :1 -query s390vm.example.com |
જો તમે વપરાશકર્તા ખાતું સેટઅપ એજન્ટ માં બનાવી શક્યા નહિં, તો તમે રુટ તરીકે પ્રવેશી શકો અને રુટને સોંપવામાં આવેલ પાસવર્ડ વાપરી શકો.
જો તમે તમારો રુટ પાસવર્ડ યાદ રાખી શકો નહિં, તો તમે તમારી સિસ્ટમ linux single તરીકે બુટ કરી શકો.
એક વાર તમે એક વપરાશકર્તા સ્થિતિમાં બુટ કરો અને તમારી પાસે # પ્રોમ્પ્ટને વાપરવાની પરવાનગી હોય, તો તમારે passwd root લખવું જ પડે, કે જે તમને રુટ માટે નવો પાસવર્ડ દાખલ કરવા માટે પરવાનગી આપે. આ બિંદુએ તમે સિસ્ટમને નવા રુટ પાસવર્ડ સાથે રીબુટ કરવા માટે shutdown -r now લખી શકો.
જો તમે તમારો વપરાશકર્તા ખાતા પાસવર્ડ યાદ રાખી શકો નહિં, તો તમારે રુટ થવું જ જોઈએ. રુટ થવા માટે, su - લખો અને તમારો રુટ પાસવર્ડ જ્યારે પૂછવામાં આવે ત્યારે દાખલ કરો. પછી, passwd <username> લખો. આ તમને કોઈ ચોક્કસ વપરાશકર્તા માટે નવો પાસવર્ડ દાખલ કરવા માટે પરવાનગી આપે છે.
જો ગ્રાફિકવાળી પ્રવેશ સ્ક્રીન દેખાય નહિં, તમારા હાર્ડવેરને સુસંગતતા મુદ્દા માટે ચકાસો. હાર્ડવેર સુસંગતતા યાદી તમે અંહિ શોધી શકશો:
http://hardware.redhat.com/hcl/ |
જો તમે ચોક્કસ નહિં હોય કે કેવી રીતે તમારું પ્રિન્ટર સુયોજિત કરવું અથવા તેની સાથે યોગ્ય રીતે કામ કરવામાં મુશ્કેલી હોય, તો પ્રિન્ટર રુપરેખાંકન સાધન વાપરવાનો પ્રયત્ન કરો.
પ્રિન્ટર રુપરેખાંકન સાધન લાવવા માટે શેલ પ્રોમ્પ્ટ પર system-config-printer આદેશને છાપો. જો તમે રુટ નહિં હોય, તો તે તમને ચાલુ રાખવા માટે રુટ પાસવર્ડ માટે પૂછશે.