| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ A. તમારી વર્તમાન સિસ્ટમનો સુધારો | આગળવધો |
અભિનંદન! તમારું Red Hat Enterprise Linux 4 સુધારો હવે પૂર્ણ થયો!
સ્થાપન કાર્યક્રમ તમને તમારી સિસ્ટમ રીબુટ કરવા માટે તૈયાર કરવા માટે પૂછશે. રીબુટ થતી વખતે જો કોઈપણ મીડિયા આપોઆપ બહાર નહિં આવે તો તેને બહાર કાઢવાનું યાદ રાખો.
તમારા કમ્પ્યુટરની સામાન્ય પાવર-અપ ક્રિયાઓ પૂર્ણ થઈ ગયા પછી, ગ્રાફિકવાળું બુટ લોડર પ્રોમ્પ્ટ દેખાશે કે જ્યાં તમે નીચેનામાંની કોઈપણ બાબતો કરી શકો છો:
બુટ લેબલ પસંદ કરો,
બુટ લોડરનો સમયસમાપ્ત સમય પૂરો થયા પછી — કંઈ કરો નહિં, (મૂળભુત રીતે, પાંચ સેકન્ડો) બુટ લોડર આપોઆપ મૂળભુત બુટ પ્રવેશને બુટ કરે છે.
Red Hat Enterprise Linux ને બુટ કરવા માટે જે કંઈ પણ યોગ્ય હોય તે કરો. સંદેશાઓની એક અથવા વધુ સ્ક્રીનો સરકશે. મોટે ભાગે, એક login: પ્રોમ્પ્ટ અથવા GUI પ્રવેશ સ્ક્રીન (જો તમે X વિન્ડો સિસ્ટમ સ્થાપિત કરી હોય અને X આપોઆપ શરુ કરવાનું પસંદ કર્યું હોય તો તે) દેખાશે.
તમારી Red Hat Enterprise Linux ઉમેદવારીની નોંધણી કરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, વિભાગ 4.27 નો સંદર્ભ લો.